સમગ્ર હાલારમાં મગફળીના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. ત્યારે જામનગર યાર્ડમાં આજે મગફળીની ઐતિહાસિક આવક નોંધાઈ છે. જામનગર યાર્ડમાં 417 વાહનો સાથે 32 હજાર મગફળીની ગુણીની આવક નોંધાતા ચાલુ સીઝનમાં યાર્ડમાં મોટી આવક નોંધાઈ છે. જેના કારણે જામનગરના હાપા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મગફળી જ દેખાઈ રહી છે.
આજે સપ્તાહના પ્રથમ દિવસે 417 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેંચાણ માટે આવ્યા
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું વાવેતર ખાસ કરીને વિપુલ પ્રમાણમાં થાય છે. ત્યારે આજે ચાલુ સીઝનમાં પ્રથમવાર મગફળીની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે 417 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેંચાણ માટે આવ્યા હતાં અને હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
મગફળીના ભાવ નીચામાં મણ દીઠ રૂ.1100 થી લઇ 1800 સુધી ઊંચા બોલાયા
સવારથી મગફળીની હરાજી શરુ થતા મગફળીના ભાવ નીચામાં મણ દીઠ રૂ.1100 થી લઇ 1800 સુધી ઊંચા બોલાયા હતાં. આથી ખેડૂતોને સારા ભાવ મળતા તેઓ ખુશખુશાલ જણાયા હતાં. બીજી બાજુ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની 32 હજાર ગુણી નોંધાઈ છે.
જામનગર યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા આવે છે
જામનગર જિલ્લાના અન્ય યાર્ડ ની સરખામણીમાંહાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પૂરતા ભાવ મળે છે. જેનું કારણ એ છે કે જામનગર યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા આવે છે જે મગફળી માં 66 નં. અને 9 નં. ની મગફળીના ઉંચા ભાવ આપતાં હોય છે. ત્યારે હાલ યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં મગફળી જ દેખાઈ રહી છે. હાલ મગફળીની આવક નવી જાહેરાત ન થયા ત્યાં સુધી યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો


