- અમદાવાદમાં ભારતની ભવ્ય જીત
- પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
- ઐતિહાસિક 8મી વાર મેળવી ભવ્ય જીત
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે કચડી નાંખ્યું છે. વર્લ્ડ કપ મુકાબલામાં લાખોની મેદની વચ્ચે ભારતે પાકિસ્તાન પર ઐતિહાસિક આઠમી જીત મેળવી છે અને હવે લોકો આ ભવ્ય જીતની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે.
અમદાવાદમાં લોકોએ કરી ઉજવણી
અંકુર ચાર રસ્તા પાસે લોકો એ આ જીતની ભવ્ય ઉજવણી કરી હતી. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આમ હાલમાં દેશમાં નવરાત્રી પહેલા જ જાણે કે દિવાળી ઉજવાઈ રહી હોય તેવો માહોલ ચારેકોર છે.
લોકોમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ
ભારતે પાકિસ્તાનની સામે ભવ્ય જીત મેળવતા દેશના ખૂણે ખૂણેથી લોકોએ આ ભવ્ય જીતની ખુશીઓ મનાવી હતી. ગુજરાતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા અને રાજકોટમાં ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી થઈ હતી. લોકોએ જમ્મુમાં પણ ઉજવણી કરી હતી.