- દિવ્યાંગજનોએ દિવાળીના બનાવ્યા છે દીવડા
- અન્યના જીવનમાં રોશની પ્રગટાવવા બનાવ્યા દીવડા – હર્ષ સંઘવી
- દિવ્યંગજનોને મળી ગૃહ રાજ્ય મંત્રી ભાવુક થયા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગો સાથે બેસી દિવાળીના દીવડા બનાવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં છે. દિવ્યાંગજનો સાથે દિવાળી પૂર્વે દિવાળીની ઉજવણી કરી છે. તેમાં દિવ્યાંગજનોએ દિવાળીના દીવડા બનાવ્યા છે. તથા અન્યના જીવનમાં રોશની પ્રગટાવવા દીવડા બનાવ્યા છે.
હર્ષ સંઘવીએ દિવ્યાંગજનો સાથે બેસી દીવડા બનાવ્યા
હર્ષ સંઘવીએ દિવ્યાંગજનો સાથે બેસી દીવડા બનાવ્યા છે. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી પણ દિવ્યાંગજનો સાથે અગાઉ ઉજવણી કરી હતી. આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગજનો સાથે બેસી દીવડા બનાવ્યા છે. દિવ્યાંગજનો પણ દિવાળીની ઉજવણીથી અળગા ન રહે તે માટે હર્ષ સંઘવીએ ઉજવણી કરી હતી.
દિવ્યંગજનોને મળી ગૃહ રાજ્ય મંત્રી ભાવુક થયા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગજનો સાથે બેસી દીવડા બનાવ્યા છે. ત્યારે દિવ્યંગજનોને મળી ગૃહ રાજ્ય મંત્રી ભાવુક થયા હતા. તેમજ દિવ્યાંગ વૃદ્ધોના ગૃહ રાજ્ય મંત્રીએ આશીર્વાદ લીધા હતા. તેમજ સ્પેશ્યલ ચિલ્ડ્રન સાથે ગરબા રમી ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે અન્યના જીવનમાં રોશની પ્રગટાવવા દીવડા બનાવ્યા છે. રોજ મોટી સંખ્યામાં બાળકો દીવડા બનાવે છે. આ વિશેષ દીવડા અનેક લોકોનાં ઘરોમાં ખુશી લાવે છે. હું અહીં દીવડા ખરીદવા આવ્યો છું. નાગરિકોને વિનંતી કે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો.