- આદુનું સેવન શરીરની ગરમી આપશે અને દર્દ ઘટાડશે
- સરસિયાના હૂંફાળા તેલથી માલિશ કરવાથી દર્દમાં મળશે રાહત
- કપૂર અને નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થશે
શિયાળાની સીઝન આવતા જ ઠંડીના કારણે લોકોને શરીરના અનેક ભાગમાં દર્દ થતું રહે છે. આ સાથે તેઓ અન્ય અનેક બીમારીનો પણ સામનો કરી રહ્યા હોય છે. પણ જ્યારે શિયાળામાં ઘૂંટણનું દર્દ વધે છે ત્યારે તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. અનેક લોકો આ માટે દવાઓનો સહારો લેતા હોય છે પણ કંઈ ખાસ ફરક પડતો નથી. થોડા સમય પછી દર્દ એમનું એમ જ રહે છે. જો તમે આ સમયે સસ્તા અને ઘરેલૂ ઉપાયો અજમાવી લો છો તો તમને મોટી રાહત મળે છે. તો જાણો શું કરવાથી ઝડપથી રાહત મળશે.
આદુનું સેવન
શિયાળાની સીઝન આવતા લોકો ઘૂંટણના દર્દની મુશ્કેલીઓથી પરેશાન થવા લાગે છે. તેનાથી બચવા માટે આદુનું સેવન કરવું જોઈએ. તમે તેને ચામાં, મસાલામાં કે પછી સૂંઠના પાવડરના રૂપમાં ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી દર્દ અને સોજા ઓછા થાય છે.
સરસિયાનું તેલ
સરસિયાનું તેલ ગરમ કરો અને તેનાથી મસાજ કરવાથી તમારું દર્દ છૂમંતર થઈ જશે અને તમને આરામ પણ મળશે. તેનાથી હળવા હાથે માલિશ કરવાથી દર્દમાંથી રાહત મળશે.
કપૂરનું તેલ
કપૂરનું તેલ સાંધાના દર્દથી રાહત મેળવવામાં મદદરૂપ બને છે. કપૂરના તેલમાં નારિયેળ તેલને મિક્સ કરી ઘૂંટણ પર લગાવી લેવાથી ફાયદો થાય છે.
હળદર
એમ પણ કહેવાય છે કે જો તમને ઘૂંટણનું દર્દ રહે છે તો તમે ત્યાં હળદર લગાવો. તેનાથી તમને જલ્દી આરામ મળી શકે છે.


