- તુલસીનો રસ કફને ઘટાડવામાં કરશે મદદ
- હળદર વાળું ગરમ દૂધ જામેલા કફને દૂર કરશે
- આદુનો રસ અને સ્ટીમ બાથ પણ રહેશે લાભદાયી
ગળામાં કફ જામી જવો એ સામાન્ય વાત છે અને તે સૌ કોઈને પરેશાન કરી શકે છે. આ ખાસ કરીને સીઝનમાં ફેરફાર આવવાના કારણે જોવા મળે છે. તે તમારા રોજના જીવનને પણ પ્રભાવિત કરી શકે છે અને ખાસ કરીને શિયાળામાં પણ મુશ્કેલી કરી શકે છે. ગળામાં કફની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલૂ નુસખાને અપનાવી શકો છો. આ સાથે જો તમે આ નુસખાથી રાહત ન મેળવી શકો તો તમારે ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ.
જાણો કફ દૂર કરવાના અસરકારક ઘરેલૂ ઉપાયો
ગરમ પાણી અને મીઠાના કોગળા
ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને ગળામાં જામેલા કફને બહાર કાઢવામાં મદદ મેળવી શકાય છે. તેનાથી ગળાનો સોજો પણ ઘટે છે.
તુલસીનો રસ
આ પાનનો રસ પીને ગળાના કફને ઘટાડી શકાય છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે સંક્રમણને રોકી શકે છે.
ગરમ દૂધ અને હળદર
ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ગળામાં જામેલા કફને હટાવવામાં રાહત મળી શકે છે. હળદરના એન્ટીઓક્સીડન્ટ ગુણ હેલ્થને માટે લાભદાયી હોઈ શકે છે.
આદુનો રસ
આદુનો રસ ગળાના ઈન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદ કરી શકે છે અને સાથે કફને બહાર કાઢવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
સ્ટીમ બાથ
સ્ટીમ બાથ લેવાથી ગળાનો સોજો ઘટી શકે છે અને કફ નીકળી જાય છે. આ એક અસરકારક નુસખો છે.
હ્યુમિડિફાયર
ઘરમાં હ્યુમિડીફાયર લગાવવાથી તમે આસપાસના વાતાવરણમાં ભેજ કાયમ રાખી શકશો અને તે તમારા ગળાના કફને ઘટાડવામાં મદદ કરી શકે છે.