- દીકરીઓ સ્વરક્ષણ કરી શકે તે હેતુ: ગગજી સુતરીયા
- દેશના રક્ષણ માટે અને સ્વરક્ષણ માટે આ જરૂરી છે
- અગાઉ તેમણે પાટીદાર યુવતીઓને બંદૂક રાખવા જણાવ્યું હતું
સરદાર ધામનાં પ્રમુખ ગગજી સુતરીયાના એક નિવેદનના કારણે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે પોતાના નિવેદન પર વિરોધ ઊભો થતાં ગગજી સુતરીયાએ કહ્યું કે, મેં ફક્ત ઈઝરાયલનું ઉદાહરણ આપ્યું હતું. તેમજ દીકરીઓ સ્વરક્ષણ કરી શકે તે હેતુ માત્ર હતો.
આ પછી ગગજી સુતરીયાએ કહ્યું કે, મેં સહજ નિવેદન આપ્યું હતું. ગુજરાતની દીકરીઓ સુરક્ષિત જ છે. ઈઝરાયલમાં યુવાઓને ફરજિયાત લશ્કરની તાલીમ લેવી પડે છે. 2003માં હું ઈઝરાયલ પ્રવાસમાં હતો ત્યારે મેં જોયું છે. તેથી મારું નિવેદન સહજ છે. ઈઝરાયલમાં જાહેરમાં દીકરીઓ રિવોલ્વર રાખતી હતી. દેશના રક્ષણ માટે અને સ્વરક્ષણ માટે આ જરૂરી છે.
તેમજ તેમણે ઉમેર્યું કે, દીકરીઓને રિવોલ્વર ચલાવતા આવડે તે ગૌરવની વાત છે. તેમજ સરકાર દીકરા દીકરીઓને સેનાની ટ્રેનિંગ આપવી જોઇએ. પોતાના રક્ષણ અને સ્વ રક્ષણ માટે આ ખૂબ જરૂરી છે. અગાઉના ગગજી સુતરિયાના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.
અગાઉ શું આપ્યું હતું નિવેદન
હાલમાં સરદાર પટેલ જયંતિ પર એક કાર્યક્રમ એક શામ સરદાર કે નામનું કાર્યક્ર્મ હતું. જેમાં ગગજી સુતરીયાએ ભાગ લીધો હતો. જેમાં ગગજી સુતરિયાએ કહ્યું હતું કે, ઇઝરાયલ દુનિયા પર આર્થિક રીતે વેપાર કરે છે અને પ્રભુત્વ છે ત્યારે તેમણે કહ્યું યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પણ ભારતે શીખવા જેવું છે. પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ. સરદારધામમાં દીકરીઓને લાઠી દાવ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે.