ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમો આ મેચ જીતીને યાદગાર બનાવવા માંગશે. ભારતે છેલ્લી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાનને છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે શાનદાર સદી ફટકારી.


