યુવરાજ સિંહ ICC ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો. યુવરાજે ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011માં જીત અપાવી હતી.
યુવરાજ સિંહની નિવૃત્તિ બાદથી ભારતીય ટીમ તેના જેવા ખેલાડીની શોધમાં હતી, હવે ટીમ ઈન્ડિયાને મોટી મેચો માટે એક એવો ખેલાડી મળ્યો છે, જે યુવરાજની જેમ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળે છે.
ટીમ ઈન્ડિયાને મળ્યું છે યુવરાજ સિંહનું રિપ્લેસમેન્ટ
દિગ્ગજ યુવરાજ સિંહ ICC ઈવેન્ટ્સમાં ભારતીય ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી હતો. હવે તે જવાબદારી શ્રેયસ ઐયર નિભાવી રહ્યો છે. જે ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. ઐયરે પ્રથમ વખત ODI વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું હતું અને હવે તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ધમાલ મચાવી રહ્યો છે.
આ બે ઈવેન્ટ્સ સહિત, ઐયરે 14 મેચની 14 ઈનિંગ્સમાં 61.81ની એવરેજથી 680 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન ઐયરે 2 સદી અને 5 અડધી સદી ફટકારી છે. જેમાં ઐયર ત્રણ વખત અણનમ રહ્યો છે. ઐયરે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન સામે 2 અડધી સદી ફટકારી છે. તેને ન્યુઝીલેન્ડ સામે બે વખત 75+ રન પણ બનાવ્યા છે.
જવાબદારી સાથે બેટિંગ કરે છે શ્રેયસ ઐયર
ભારતીય ટીમ માટે નંબર 4 પર રમતા યુવરાજ સિંહે ઘણી મેચો જીતી છે. હવે શ્રેયસ ઐયરે પણ આ નંબર પર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને ઘણી મુશ્કેલ મેચોમાં વિજય અપાવ્યો છે. ઐયર પણ યુવરાજ સિંહની જેમ જ બેટિંગ કરી શકે છે. યુવરાજ સિંહ પછી નંબર 4 પર ટીમ ઈન્ડિયાને પહેલીવાર મેચ વિનિંગ પ્લેયર મળ્યો છે.
ઐયર જ્યારે સતત વિકેટો પડતી હોય ત્યારે સાવચેતીપૂર્વક બેટિંગ કરે છે અને જ્યારે તક મળે ત્યારે સરળતાથી મોટા શોટ રમી શકે છે. ઐયર અને યુવરાજ સિંહ વચ્ચે માત્ર બે જ તફાવત છે. યુવરાજ સિંહ બેટિંગ તેમજ બોલિંગમાં અસરકારક હતો અને ડાબા હાથે બેટિંગ કરતો હતો. જ્યારે શ્રેયસ ઐયર જમણા હાથે બેટિંગ કરે છે પણ તે બોલિંગ નથી કરતો.


