- હમાસ ઈઝરાયલના બંધકો છોડવા તૈયાર નહીં હોવાથી યુદ્ધ લંબાઈ શકે છે
- ગાઝા પટ્ટીનો સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાયો
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
ગાઝામાં આવેલા રફાહમાં પેલેસ્ટીયનોના નરસંહારને લઈ યુનોના આંતરરાષ્ટ્રીય કોર્ટે ઈઝરાયલનો મહત્ત્વનો આદેશ આપ્યો છે કે ગાઝાના દક્ષિણમાં આવેલા શહેર રફાહમાં પોતાનું સૈન્ય અભિયાનને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે. આઈસીઝેના આ નિર્ણયને ઈઝરાયલ માટે પાલન કરવા લાયક છે. જો કે આ પાલન કઈ રીતે થશે આને લઈ આઈસીઝે પણ ચિંતિત છે. ઈઝરાયલ કહેતું રહ્યું છે કે તેને હમાસના આતંકવાદીઓને ખુદથી રક્ષા કરવાનો અધિકાર છે.
આઈસીજે એટલે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ આદેશ પછી ઈઝરાયલની મુશ્કેલી વધી શકે છે. કારણ કે હવે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ રોકવા તેની પર વૈશ્વિક દબાણ વધ્યું છે. આઈસીજેએ 15 જજની ખંડપીઠને ત્રીજીવાર ગાઝામાં હુમલા રોકવા અને માનવીય સહાય આપવા આદેશ આપ્યો છે. આદેશ કાયેદસર રીતે પાલન કરવો પડશે પરંતુ તેને લાગુ કરવા કોર્ટ પાસે કોઈ શક્તિ નથી.
ઈઝરાયલ તાત્કાલિક અસરથી હુમલા રોકી દે : આઈસીજે
યુનોની ટોચની કોર્ટના જજે શુક્રવારે ઈઝરાયલ પર નરસંહારનો આોપ લગાવતા દક્ષિણ આફ્રિકાથી અરજી પર આ ઐતિહાસિક તાકીદનો અસર લેવાયો છે. આમાં ઈઝરાયલના દક્ષિણી ગાઝા શહેર રફાહ પર પોતાના સૈન્ય હુમલાના તરત રોકવાનો આદેશ આપ્યો છે. જો કે આઈસીજેની પાસે પોતાના આદેશોને લાગુ કરવાનું કોઈ સાધન નથી. આવામાં ઈઝરાયલ આ નિર્ણયનું પાલન કરશે એવી શક્યતા નથી દેખાતી. જો કે ઈઝરાયલના સૌથી મોટા સહયોગી અમેરિકા પર યુદ્ધ રોકવાનું દબાણ હશે.
જજે ચુકાદો આ રીતે આપ્યો
ચુકાદાને વાંચતા વર્લ્ડ કોર્ટના અધ્યક્ષ નવાફ સલામે જણાવ્યું કે પેલેસ્ટાઈન એન્કલેવમાં સ્થિતિ ત્યારથી વધુ ખરાબ થઈ છે, જ્યારથી કોર્ટે ઈઝરાયલને સુધારવા માટે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. હવે ઈઝરાયલ તરત રફાહમાં પોતાનું સૈન્ય આક્રમણ અને કોઈપણ અન્ય કાર્યવાહીને રોકવે, જે ગાઝામાં પેલેસ્ટાઈની લોકોને જીવવા માટે વિનાશકારી છે. ઈઝરાયલે લોકોને બહાર ખસેડવા દરમિયાન આઠ લાખ પેલેસ્ટાઈનને ભોજન, પાણી, સ્વચ્છતા અને દવા વિષે પૂરતી જાણકારી નહોતી આપી. જે પેલી જ રફાથી પલાયન થઈ ચુક્યા હતા. જેથી આખરે કોર્ટે માન્યું કે ઈઝરાયલે રફામાં પોતાના સૈન્ય હુમલાથી થયેલી ચિંતાને દૂર નથી કરી.


