- પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હાર્યા
- પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં 336 સીટો
- 266 બેઠકો પર ચૂંટણી થઈ
કયાક હાર તો કયાક જીત
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ વાત કરીએ તો,પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ માનવો પડયો છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે.
કયા હાર્યા નવાઝ શરીફ
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટ મળ્યા છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે.
ઈમરાનખાન સમર્થિત ઉમેદવારો આગળ
ઈમરાન ખાન સમર્થિત ઉમેદવારો 120થી વધુ બેઠકો પર આગળ હોવાનુ સામે આવ્યુ છે.તો બીજી તરફ 266 સીટો પર જેની પાસે બહુમતી હશે, તેને બાકીની 70 સીટો પર પણ બહુમતી મળશે.મનસેહરાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનો ગઢ માનવામાં આવે છે. આમ છતાં તેને હારનો સામનો કરવો પડયો છે.આ ચૂંટણીમાં તેમણે અન્ય બેઠક લાહોર NA130 પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ લાહોર બેઠક પર 55 હજાર મતોથી જીત્યા છે.
કોણ છે નવાઝ શરીફ
લાહોરમાં ઉચ્ચ-મધ્યમ-વર્ગના શરીફ પરિવારમાં જન્મેલા નવાઝ ઇત્તેફાક અને શરીફ જૂથોના સ્થાપક મુહમ્મદ શરીફના પુત્ર છે. તે શેહબાઝ શરીફના મોટા ભાઈ છે, જેમણે વર્ષ 2022 થી 2023 સુધી પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે પણ સેવા આપી હતી.
નવાઝ શરીફનુ રાજકીય ચિત્ર
1980ના દાયકાના મધ્યમાં રાજકારણમાં પ્રવેશ્યા હતા. 1981 માં, નવાઝને રાષ્ટ્રપતિ ઝિયા દ્વારા પંજાબ પ્રાંતના નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રૂઢિચુસ્તોના છૂટક ગઠબંધન દ્વારા સમર્થિત, નવાઝ 1985 માં પંજાબના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા અને લશ્કરી કાયદાના અંત પછી 1988 માં ફરીથી ચૂંટાયા હતા. 1990 માં, નવાઝે રૂઢિચુસ્ત ઇસ્લામિક ડેમોક્રેટિક એલાયન્સનું નેતૃત્વ કર્યું અને પાકિસ્તાનના 12મા વડા પ્રધાન બન્યા. 2017 માં, પનામા પેપર્સ કેસના ખુલાસા પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝને પદ પરથી હટાવી દીધા હતા. 2018 માં, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે નવાઝને જાહેર હોદ્દો રાખવા માટે અયોગ્ય ઠેરવ્યો, અને તેમને જવાબદારી અદાલત દ્વારા દસ વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી.
લંડનમા લીધી સારવાર
2019 થી, નવાઝ જામીન પર સારવાર માટે લંડનમાં હતા. તેને પાકિસ્તાની કોર્ટ દ્વારા ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જો કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટે (IHC) તેને એવેનફિલ્ડ અને અલ-અઝીઝા કેસમાં 24 ઓક્ટોબર સુધી રક્ષણાત્મક જામીન આપ્યા હતા. 2023 માં, ચાર વર્ષનો દેશનિકાલ કર્યા પછી, તે પાકિસ્તાન પાછા ફર્યા.


