- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કોન્કલેવમાં રહ્યા હાજર
- જુદા – જુદા સેક્ટર સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘી પણ કોન્લેવમાં રહ્યા હાજર
આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. જેમાં અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કોન્કલેવમાં હાજર રહ્યાં છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘી પણ કોન્લેવમાં હાજર રહ્યા છે. જેમાં જુદા – જુદા સેક્ટર સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ કર્યો છે. તેમાં કેન્દ્રીય મંત્રી મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે.
દેશમાં 35 વર્ષથી નીચેના યુવાનોની સંખ્યા 60 કરોડ છે
મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 33 જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા છે. કોઈપણ દેશની તાકાત યુવાનો હોય છે. દેશમાં 35 વર્ષથી નીચેના યુવાનોની સંખ્યા 60 કરોડ છે. વિશ્વમાં યુવા દેશ તરીકે ભારતનું નામ લેવાય છે. યુવાનોએ દરેક જગ્યાએ દેશને જોડવો પડશે. મેં કોલેજ સમયે અનેક મહાપુરુષના જીવનચરિત્ર વાંચ્યા તથા એમાંથી શીખ્યો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. લક્ષ્ય બનાવ્યું હોય તો તેના માટે પુરુષાર્થ કરો. ડિજિટલ યુથ માટે અમે માય ભારત સિગ્નલ વિન્ડો બનાવ્યું છે. 500થી વધુ યુવાનો પાસે વાર્તાલાપ કર્યો છે.
33 જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા તેમને આવકારીએ છીએ
યુવા કોંકલેવમા કેન્દ્રીય કેબિનેટમંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતુ કે 33 જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા તેમને આવકારીએ છીએ. કોવિડ ક્રાઇસિસ વખતે આ સંસ્થા સ્થાપના સમયે વર્ચ્યુઅલી જોડાયો હતો. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ. 2047માં આઝાદ ભારતના 100 વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે. દરેક જગ્યાએ યુવાનોએ દેશનો જોડવો પડશે. મારા દેશમાં સાર ખેલાડી બને તે કામ કરે તે વિચાર આવે તો અનેક પોલિસી બનશે.આજે ઇન્ટરનેશનલ યુથ ડે નિમિત્તે સંકલ્પ કરવાનો છે. જેમાં વર્તમાનમાં યુવાનો જીતવા માટે સફળ વેપન ડિજિટલ પાથ છે. નેશનલ અને ઇન્ટરનેશનલ કેરિયર માટે યુથને મદદરૂપ થાય તે માટે પ્લેટફોર્મ માય ભારત થવા જઈ રહ્યું છે. આ વખતનું બજેટ યુવા અને એપ્લોયને અનુરૂપ છે.