- ડિસેમ્બરમાં 12.02 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયાં, નવેમ્બર કરતાં પાંચ% વધુ
- ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીના સૌથી વધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં
- આ મહિનામાં અત્યાર સુધીના સૌથી વધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતાં
ભારતમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. તેનું સૌથી સુંદર ઉદાહરણ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શનના લેટેસ્ટ આંકડામાં પણ જોવા મળે છે. લેટેસ્ટ આંકડા અનુસાર યુપીઆઈ દ્વારા લેવડદેવડની વાત કરીએ તો 2023માં તેનો એક રેકોર્ડ નોંધાયો છે. 2023માં 117.6 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં જ્યારે મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો રૂ. 183 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હતાં. જે વર્ષ 2022ના સમાન ગાળાની સરખામણીએ 45 ટકા વધારે છે તથા સંખ્યાના સંદર્ભમાં જોઈએ તો તે 2022ની તુલનાએ 2023માં 59 ટકા વધારે છે. ડિસેમ્બર મહિનાના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો આ મહિનામાં 18.23 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી જે નવેમ્બર મહિનાની તુલનાએ પાંચ ટકા વધી ગયાં હતાં. ડિસેમ્બરમાં 12.02 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં જે નવેમ્બરની તુલનાએ પાંચ ટકા વધારે હતાં. ડિસેમ્બર મહિનો યુપીઆઈ માટે ખાસ રહ્યો હતો કેમ કે આ મહિનામાં અત્યાર સુધીના સૌથી વધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતાં.
નવેમ્બરમાં પણ રેકોર્ડ બન્યો હતો
નવેમ્બર 2023માં પણ રેકોર્ડ બન્યો હતો અને રૂ. 17.4 લાખ કરોડની કિંમતના 11.24 અબજ સોદા પડયા હતાં. ડિસેમ્બરમાં યુપીઆઈ લેવડદેવડ 2022ના તે જ મહિનાના આંકડાની સરખામણીએ સંખ્યાના સંદર્ભમાં 54 ટકા અને મૂલ્યના સંદર્ભમાં 42 ટકા વધી ગઈ હતી. ઓક્ટોબર 2023માં સંખ્યાના સંદર્ભમાં 11.41 અબજ ટ્રાન્ઝેક્શન થયાં હતાં. 2023ના છ મહિના બાદ યુપીઆઈની લેવડ-દેવડમાં પ્રથમવાર વોલ્યુમમાં 10 અબજનો આંકડો (ઓગસ્ટમાં) અને મૂલ્યમાં 15 લાખ કરોડનો આંકડો પ્રથમવાર જુલાઈમાં જોવા મળ્યો હતો.


