- સીતાફળનું બીજ શ્વાસનળીમાં ફસાઇ જતા ઓપરેશન કરાયું
- વલસાડ સિવિલ હોસ્પિટલમાં બાળકનું ઓપરેશન કરાયું
- મહારાષ્ટ્રના પાલઘરથી બાળકને વલસાડ લવાયું હતું
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 3 વર્ષનું બાળક સીતાફળનું બીજ ગળી ગયું હતુ. સીતાફળનું બીજ શ્વાસનળીમાં ફસાઇ જતા ઓપરેશન કરાયું હતુ. વલસાડ સિવિલ હોસ્પિટલમાં બાળકનું ઓપરેશન કરાયું હતુ. જેમાં મહારાષ્ટ્રના પાલઘરથી બાળકને વલસાડ લવાયું હતું.
બાળકનું ઓક્સિજન લેવલ 90 થઈ ગયુ હતું
મહારાષ્ટ્રના પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ હતુ. જેમાં બાળકનું ઓક્સિજન લેવલ 90 થઈ ગયુ હતું, માત્ર એક કલાકમાં જ દૂરબીનથી ઓપરેશન કરી બાળકનો જીવ બચાવાયો હતો. ત્યારે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા સીતાફળનું બી ગળી ગયુ હતું. સીતાફળનું બી શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકના માતા પિતા સારવાર અર્થે દાહાણુ હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાં વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. 24 કલાક માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખી તબિયત સારી જણાતા રજા આપવામાં આવી હતી.
વાલીઓએ પોતાના બાળકોનું પુરતું ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે
તાજેતરમાં સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા પરિવારની 7 મહિનાની દીકરી રમતા રમતા ગરોળી ચાવી ગયી હતી. જેને લઈને તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો ભૂતકાળમાં પણ બાળકો રમતા રમતા રૂપિયાનો સિક્કો ગળી જવાના તેમજ રમતા રમતા પટકાતા મોતને ભેટ્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે બાળકોને રમતા મુકીને કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓ માટે આ પ્રકારની ઘટનાઓ લાલબતી સમાન છે. વાલીઓએ પોતાના બાળકોનું પુરતું ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે.