- ગોમતીપુરમાં બે લોકોની હત્યા તો એકની હાલત નાજુક
- હાથીખાઇ ગાર્ડન નજીક બે શખ્સોની હત્યા
- હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદના ગોમતીપુરમાં આવેલ હાથીખાઈ ગાર્ડન નજીક મોડીરાત્રે બે લોકોની હત્યાથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી,અંગત અદાવતમાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે,પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલ સામે ગુનો નોંધાયો છે,તો ગોમતીપુર પોલીસે એક શખ્સની અટકાયત કરી છે.
ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના
ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં બે લોકોની મોડીરાત્રે હત્યા કરી છે,ખંડણીને લઈ આ હત્યા થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.તલવાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી છે,અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.
જુહાપુરામાં મંગળવારે થઈ હત્યા
સરખેજનાં ફતેવાડી વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મુશ્કિલ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને MD ડ્રગ્સનો નશો પણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. જોકે સદ્દામ મોમીન તેના સાથીદારોએ ડ્રગ્સ વેચવાની ના પાડતા અંગત અદાવતમાં બે કે ત્રણ દિવસથી એકબીજા ઉપર હુમલા કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે અચાનકથી મુશ્કિલ ગ્રુપનું 15 થી 20 જણાનું ટોળું મંગળવારે રાત્રે તિક્ષ્ણ હથિયારો સાથે આવી ગયું હતું અને હુમલો કર્યો હતો. મહત્વની વાત છે કે એક દિવસ અગાઉ પણ બંને પક્ષો સામસામે આવી જતા વિવાદ વધ્યો હતો.

રાજકોટમાં પણ આજે બની હત્યાની ઘટના
રાજકોટના સાઈબાબા સર્કલ નજીક હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.મૃતદેહની ઓળખને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.સમગ્ર મામલે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે,સાથે સાથે ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ ખાતે મૃતદેહ ખેસડવામાં આવ્યો છે.


