- લવ જેહાદ સ્કૂલ કોલેજમાં ફેલાઈ રહ્યું છે : ધીરેન્દ્ર શાસ્ત્રી
- વિધર્મીઓ બહેનોને ગરબામાં લાવી બહેનચારો કરવો જોઇએ
- ગરબામાં ગંગાજળ અને ગૌમુત્ર પીવડાવી એન્ટ્રી અપાય’
હાલમાં સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાઝી ખાતે નવરાત્રીના દિવસો દરમિયના બે દિવસીય કથાનું આયોજન કરી રહ્યા છે. આ પેહાલ તેમણે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ અંગે કહ્યું કે, વિધર્મીઓ બહેનોને ગરબામાં લાવી બહેનચારો કરવો જોઇએ. ગરબામાં ગંગાજળ અને ગૌમુત્ર પીવડાવી એન્ટ્રી આપવી જોઇએ.
અંબાજીમાં યોજાનારા બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે લવ જિહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યું છે. તેમજ નવરાત્રીમાં ગરબામાં આવનાર મુસ્લિમ યુવકો પર પ્રહાર કર્યો હતો. ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે. તેમજ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ.
આ સાથે જ યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમણે કહ્યું કે, સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. તેમજ ધીરેન્દ્ર શાસ્તીર ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજીમાં અંબાએ સ્વીકારી છે.
નોંધનીય છેકે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા બાબાના અનુયાઈઓ સહીત પીડિતોની મુશ્કેલીનું બાબા ચિઠ્ઠી ખોલી સમાધાન કરશે. આજે બાબાના દિવ્ય દરબારને લઇ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે. ગઇકાલે બાબા બાગેશ્વર ધામના નામથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીની ધરા પર પહોંચ્યા હતા. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાના મંદિરમાં પહોંચીને માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.