- મહિલાને વિધર્મી પતિએ માર્યો માર
- બળજબરીથી કરાવ્યું હતું ધર્મપરિવર્તન
- 4 વર્ષથી લગાતાર પતિ ગુજારી રહ્યો હતો ત્રાસ
કચ્છના ભુજમાં એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાને તેના વિધર્મી પતિએ ખૂબ જ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. મહિલાને એટલી ક્રૂરતાથી મારવામાં આવી છે કે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે ભૂજમાં એક મહિલા પર વિધર્મી પતિ ત્રાસ ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાને તેના પતિએ લોખંડની પાઈપ અને પટ્ટાથી માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં આ અત્યાચાર આજ કાલથી નહીં પરંતુ છેલ્લા 4 વર્ષથી આ મહિલા સહન કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાના અંગે એવી જાણકારી પણ સામે આવી હતી કે આ મહિલાનું બળજબરીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું. અને છેલ્લા 4 વર્ષથી મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
હાલ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ખૂબ જ રોષ વ્યાપી રહ્યો છે. આરોપી સામે હાલમાં આ મામલે ખૂબ જ જનાક્રોશનો માહોલ છે, અને તેની વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે.
હાલ પીડિત મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મહિલાની હાલત કેવી છે તે બાબતની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી, પરંતુ લોકોમાં આ ઘટનાને લઈને ફિટકારની લાગણી છે. આ બાબતે મહિલાના વિધર્મી પતિ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.