- મહિલાએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઈ
- ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અપાયાના આક્ષેપ કરાયો
- દરમિયાન પાંચ દિવસ અગાઉ આ યુવતી 2 દિકરાઓ સાથે માતાના ઘરે ગઈ હતી
હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોતીપુરા વિસ્તારના ભાટવાસમાં રહેતી એક યુવતીના પતિએ ગમે તે કારણસર બે વર્ષથી અન્ય એક યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી આ યુવકે અન્ય યુવતી સાથે સમજૂતી કરાર કરી લીધા હતા.
બંને જણા જુદા રહેતા હતા. દરમિયાન પાંચ દિવસ અગાઉ આ યુવતી 2 દિકરાઓ સાથે માતાના ઘરે ગઈ હતી ત્યારે ત્યાં પહોંચી જઈ રહીશે અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાયાના આક્ષેપ સાથેની ફરિયાદ શુક્રવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે રજનીબેન પ્રવિણભાઈ બારોટે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણીને એક-બે વર્ષથી એક યુવક સાથે સબંધ હોવાથી તે બાબતે પ્રવિણભાઈ સાથે અવાર નવાર બોલાચાલી થતી હતી, જેથી રજનીબેન ગત તા.19મેના રોજ પ્રવિણભાઈએ કીંજલ નામની યુવતી સાથે સમજૂતી કરાર કરી લીધા હતા અને રજનીબેન તથા પ્રવિણભાઈ અલગ રહેતા હતા. ત્યારબાદ પ્રવિણભાઈ ગત તા.17 જૂનના રોજ બપોરના સુમારે રજનીબેન પોતાના 2 બાળકો સાથે માતાના ઘરે રહેતી હતી ત્યારે પ્રવિણભાઈ બારોટે આવેશમાં આવી જઈ રજનીબેનને કહ્યું હતુ કે, ત્યાં જઈ તુ અહીં કેમ આવેલ છે તેમ કહી માર માર્યો હતો. રજનીબેને શુક્રવારે પ્રવિણભાઈ વિરૂધ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રાસ આપવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાવી હતી.


