ભાવનગર શિશુવિહાર બુધસભા અને સાહિત્ય સેતુ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૪ ઓગસ્ટ , રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના હોલમાં કવિ-કવયિત્રીનુ કવિ સંમેલન યોજાશે. જેમાં ભાવનગરના અને રાજકોટના કવિઓ કાવ્યપાઠ કરશે. ભાવનગરના ૨૨ જેટલા કવિ-કવયિત્રીઓ આ સંમેલનમાં ભાગ લેશે. ભાવનગર થી શિશુવિહારના સંસ્થાના મંત્રી ડૉ.નાનક ભટ્ટ તથા રાજકોટથી અનુપમ દોશી અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર કોલમિસ્ટ નટવરભાઈ આહલપરાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત થશે. કાર્યક્રમના પ્રારંભે કવિ કવિયત્રીઓ ભુવનેશ્વર વિદ્યાપીઠની મુલાકાતે પણ લેશે. બુધ સભાના સંયોજક હીના ભટ્ટ અને ડૉ માનસી ત્રિવેદી દ્વારા આયોજિત કાર્યક્રમમાં રસ ધરાવતા મિત્રોએ આ કવિ સંમેલનને માણવા આમંત્રણ પાઠવ્યું છે.