- અમરોલીના યુવાનને ઉંઘમાં જ અટેક આવતા મોત
- પાંડેસરામાં 38 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક
- વરાછામાં 43 વર્ષીય મહેશ ખામ્ભરનું હાર્ટએટેકથી મોત
રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ ત્રણ હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં 23 વર્ષના એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે અન્ય બે ઘટનામાં પણ 38 વર્ષીય અને 43 વર્ષીય વ્યક્તિએ હૃદય રોગના હુમલામાં જીવ ગુમાવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જોકે કઈ સ્થિતિમાં હાર્ટ એટેક આવ્યો તેના અંગે તબીબોએ પણ તપાસ હાથ ધરી છે.
આ પાંડેસરમાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેમાં સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું છે. જ્યારે સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બિમારી ન હતી. તેમજ રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો જે પછી તેમને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો હતો.
જ્યારે બીજી એક ઘટનામાં વરાછામાં 43 વર્ષીય મહેશ ખામ્ભરનું હાર્ટએટેકથી મોત થયું છે. જેમને કોઈ પણ પ્રકારની ગંભીર બિમારી ન હતી. પરંતુ તેમને અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને સારવાર મળે તે પહેલાં જ હાર્ટએટેકથી મોત થયું હતું. જો કે પરિવાર પણ અચાનક થયેલા અવસાનના કારણે ચિંતિત છે. તેમજ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.