- દિવ્યેશે કોન્ટ્રાકટરને ડરાવવા માટે ફાયરીગ કર્યું હતું
- કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ ભેસાણિયાની ધરપકડ
- ઈશ્વર કૃપા રેસીડેન્સીની સાઈટ પર કર્યું હતું ફાયરિંગ
સુરતમાં ભાજપના કોર્પોરેટર અજીત પટેલા પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લોકોને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પણ તાત્કાલિત પગલાં ભરતાં દિવ્યેશ ભેંસાણિયાની ધરપકડ કરી છે. જેમાં ઘટના સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસીડેન્સીની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશની માથાકૂટ થઈ હતી.
આ અંગેની માહિતી અનુસાર, સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાકટર પર ફાયરિંગ કર્યું હતું. જોકે દિવાલ પર કરેલા ફાયરિંગમાં કોઈ પણ જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
દિવ્યેશ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે છેલ્લા 5 દિવસથી માથાકૂટ ચાલી રહી હતી.
આ બાદ દિવ્યેશ તમામ લેબરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં કોર્પોરેટરના પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.