- દાદા-દાદીને બાળકના જન્મના પહેલા વર્ષમાં મળશે 3 મહિનાની રજા
- સિંગલ પેરન્ટ 90 દિવસની રજા દાદા-દાદીને ટ્રાન્સફર કરી શકે છે
- બંને પેરન્ટ 45 દિવસની રજા દાદા-દાદીને ટ્રાન્સફર કરી શકે
સ્વીડને સોમવારે એક નવો કાયદો લાગૂ કર્યો છે. તેના આધારે દાદા-દાદીને બાળકોના જન્મના પહેલા વર્ષમાં 3 મહિનાની રજા મળે છે. તેમાં તેઓ તેમના પૌત્ર કે પૌત્રીઓની દેખરેખ કરી શકે છે. આ રજાઓમાં વેતનની સાથે પેટરનિટી લીવ આપવામાં આવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી હતી અને હવે તેને કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે.
પેટરનિટી લીવ ભથ્થું
આ કાયદાના આધારે માતા-પિતા પોતાની પેટરનિટી લીવનો કેટલોક ભાગ બાળકના દાદા-દાદીને ટ્રાન્સફર કરી શકે છે. માતાપિતા વધારેમાં વધારે 45 દિવસની રજા અન્યને ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે સિંગલ પેરન્ટ 90 દિવસની રજાને ટ્રાન્સફર કરી શકે છે.
જન્મથી લઈને મૃત્યુ સુધીની દેખરેખ
લગભગ એક કરોડની આબાદીવાળો આ સ્કેંડિનેવિયાઈ દેશ સામાજિક કલ્યાણ પ્રણાલીને માટે જાણીતો છે. સ્વીડનને પેઢીઓથી એક જેવા સમાજનું નિર્માણ કર્યું છે. જ્યાં નાગરિકોની જન્મથી લઈને મૃત્યુ સુધીની દેખરેખ કરાય છે.


