- અંગત અદાવતમાં રોડ માર્જિનની જગ્યા પર ચોકી મૂકવી કેટલી યોગ્ય
- તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓના વખાણ થઈ
- દબાણ હટાવવા મામલે ધમકીઓ આપી હોવાનું પણ સામે આવ્યું
તારાપુરમાં બે દિવસથી ચાલતી દબાણ હટાવવાની કામગીરીમાં તંત્રએ કોઈની પણ શેહશરમ કે લાગવગ રાખ્યા વિના નિષ્પક્ષ કામગીરી કરી હોવાથી શહેરમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓના વખાણ થઈ રહ્યાં છે ત્યારે તારાપુર પોલીસ કે જેઓની જવાબદારી આ કામગીરીમાં શાંતિ ભંગ ન થાય તે માટે માત્ર પ્રોટેક્શન આપવાની છે. જેમાં તારાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કેટલાક કોન્સ્ટેબલોએ પોતાની અંગત અદાવતોનો બદલો લીધો હોય અને આ દબાણ હટાવવા મામલે ધમકીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. તારાપુર પોલીસના આ અદાવતી બદલાનું પિક્ચર ત્યારે લોકોની નજર સમક્ષ આવ્યું જ્યારે તારાપુર હાઇવે પર આવેલ નામી પરેમાઉન્ટ હોટેલના કમ્પાઉન્ડમાં પોલીસે સત્તાના જોરે પોલીસ ચોકી મૂકી દીધી અને રોડ થી 30 મીટર હોટેલની સામે જેસીબી ચલાવીને 1.5 જેટલું ખોદકામ કરી નાખ્યું મળતી માહિતી મુજબ જ્યારે લોકોને નોટિસ આપવામાં આવી રહી હતી ત્યારે તારાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.સાલ્વી પોતે આ હોટેલના માલિકને ચેલેન્જ મારી હોવાની ચર્ચા પણ શહેરમાં છે.તારાપુર ચોકડી પર ટ્રાફ્કિની સમસ્યાને ધ્યાને લઇ રોડ થી 30 મીટરનું દબાણ તોડી પાડવામાં આવ્યું અને પછી એ જ માર્જિનમાં પોલીસ ચોકી પણ મૂકી દીધી તો શું હવે પોલીસે દબાણ કર્યું એવું ના કહેવાય?
ઉલ્લેખનીય છેકે, થોડાં વર્ષો પહેલાં તારાપુર ચોકડી પર એક ઇન્સ્પેક્ટર દ્વારા રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કબજો મેળવવા સત્તાના જોરે લોકોને નુકશાન પહોંચાડેલ જેથી આ ઇન્સ્પેક્ટર પર ફ્રિયાદ પણ દાખલ થયેલ અને થોડા સમય માટે તેઓને ફરાર પણ રહેવું પડયું હતું.


