- સુરતમાં સર્જાઈ કરૂણાંતિકા
- દીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન થતાં પિતાનું સુસાઈડ
- સુરતમાં થોડા દિવસ પહેલા પણ સામૂહિક આપઘાતની ઘટના બની હતી
દાતારોના શહેર સુરતમાંથી એક કરૂણ ઘટનાની જાણકારી સામે આવી રહી છે. અહીં એક પિતાએ પુત્રીનાં લગ્ન પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જેના પગલે ચકચાર મચી હતી. પુત્રીના લગ્નના 15 દિવસ પહેલા જ પિતાએ સુસાઈડ કરતા લગ્નના કોડ સજતી કન્યા સહિત સમગ્ર પરિવાર હીબકે ચઢ્યો હતો.
મહત્વનું છે કે સુરતમાં છેલ્લા થોડા સમયથી સુસાઈડની ઘટનાઓમાં વધારો જોવાયો છે. જેમાં હજુ થોડા દિવસો પહેલા જ એક જ પરિવારનાં સાત સભ્યોએ આર્થિક સંકડામણમાં સામુહિક આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની શાહી હજુ સૂકાણી નથી ત્યાં આજે વધુ એક પિતાએ દીકરીનાં લગ્ન માટે પૈસાની સગવડ ન કરી શકતા જીવન ટૂંકાવ્યું હતું.
15દિવસમાં હતા લગ્ન
આ બનાવની વિગતો અનુસાર મુજબ મૂળ મહારાષ્ટ્રનાં રહેવાસી અને કેટરર્સમાં નોકરી કરી પોતાનું પેટિયું રળતા અનીસ શેખ (ઉ.વર્ષ.35) ની એકની એક દીકરીનાં લગ્ન નક્કી થયા હતા. જેને લઈ પરિવારનાં તમામ લોકોમાં ખુશીનો માહોલ હતો. અનીસના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક દીકરી છે. અનીસ કેટરેર્સમાં રસોઈ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મોટી દીકરીના 15 દિવસ બાદ લગ્ન હોવાથી તેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. અનીસ એકની એક દીકરીના લગ્નને લઈને ખુશ હતો. થોડા દિવસો પહેલા જ પરિવાર પાસે રૂપિયા માગી લગ્નની તૈયારીઓ કરી હતી. આ દરમિયાન અનીસ બીજા પૈસાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતો જો કે પૈસાની વ્યવસ્થા ન થતાં આખરે અનીસ હતાશ થઈ ગયો હતો. જેથી તેણે આપઘાત કર્યો હતો. આમ કોડ ભરેલી કન્યાના લગ્નનાં 15 દિવસ પહેલા જ તેના પિતા અનીસ શેખે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. આ અંગેની જાણકારી પરિવારજનોને થતા તેઓ પણ શોકમાં ડૂબી ગયા હતા.
પૈસાની વ્યવસ્થા ન થતા આપઘાત કર્યો
માહિતી પ્રમાણે અનિસની મોટી દીકરીનાં 15 દિવસ બાદ લગ્ન લેવાના હતા. ત્યારે લગ્ન માટે પૂરતા પૈસાની વ્યવસ્થા ન થતા અનિસ શેખ નામનાં વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારે અનિસ શેખ દ્વારા આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. પરિવારજનો દ્વારા તાત્કાલિક અનિસને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે અનિસને મૃત જાહેર કર્યો હતો.