છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલનું ટ્રસ્ટી મંડળ એક ગંભીર વિવાદમાં સપડાયું છે, જેના કારણે હોસ્પિટલના પ્રમુખ, મંત્રી અને અન્ય ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી મંડળ પર સૌથી ગંભીર આરોપ એ છે કે તેમણે મૃત્યુ પામેલા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી ચાલુ રાખ્યા હતા. આટલું જ નહીં, આ મૃત ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવો કરવામાં આવ્યા હતા અને તેમના નામની ખોટી સહીઓ કરીને ટ્રસ્ટના નાણાંની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બોડેલીમાં હોસ્પિટલ કૌભાંડ
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોડેલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને કારણે હોસ્પિટલના વહીવટમાં થયેલી ગેરરીતિઓ અને નાણાંકીય ઉચાપતનો પર્દાફાશ થવાની શક્યતા છે. ટ્રસ્ટની સંસ્થાઓમાં મૃતકોના નામે વહીવટ ચલાવીને નાણાંકીય ગેરરીતિઓ આચરવાનો આ કિસ્સો બોડેલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે ટ્રસ્ટના દસ્તાવેજો અને નાણાંકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Kutch News : નખત્રાણામાં 19 વર્ષીય યુવકની હત્યા, લાશના 5 ટુકડા કરી બોરવેલમાં નાખ્યા


