- 17 વર્ષીય યુવકને ગરબા રમતા રમતા એટેક આવ્યો
- દ્વારકામાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3ના મોત
- વડોદરામાં 2 વ્યક્તિઓએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો
રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નવરાત્રી વચ્ચે ગરબા રમતા રમતા લોકોને હાર્ટ એટેક આવવાનું ચલણ વધી રહ્યું છે. આ વચ્ચે ખેડાના કપડવંજમાં કપડવંજમા 17 વર્ષીય યુવકનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. તેમજ દ્વારકમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3ના મોત થયા તો વડોદરામાં 24 કલાકમાં બે વ્યકિઓના હાર્ટ એટેક થી મોત થયા છે. જયારે અમદાવાદ અને રાજકોટ ધોરાજીમાં 1-1 લોકોના હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. હાર્ટ એટેકથી થતાં મોત નો આંકડો રોજબરોજ વધી રહ્યો હોઈ ખુબજ ચિંતાજનક બાબત બની રહી છે.
17 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો
ખેડાના કપડવંજમાં ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે. કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક નાકમાંથી બ્લિડીંગ થવા લાગ્યું હતું. યુવકની સ્થિતિને જોતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, શારીરિક રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.
આ તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો હાર્ટ એટેકે વધુ એક યુવાનનો ભોગ લીધો છે.અમદાવાદમાં ગરબા રમતા 28 વર્ષના યુવકનું મોત થયું છે. જેમાં હાથીજણ પાસેના પાર્ટી પ્લોટમાં બનાવ બન્યો હતો. જેમાં રવિ પંચાલ નામનો યુવક ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. જેની સાથે જ તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
દ્વારકમાં ત્રણ લોકોને હાર્ટ એટેક
બીજી તરફ દ્વારકા હાર્ટએટેકના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જિલ્લામાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3ના મોત થયા છે. મોટા આંબલા ગામના 32 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાનને કંપની કામ કરતા સમયે આવ્યો હાર્ટએટેક આવ્યો હતો. જ્યારે 52 વર્ષીય ભિક્ષુક રાજકુમાર સોલંકીનું હાર્ટએટેકથી મોત થયું છે. તેમજ ખંભાળીયામાં પણ વૃદ્ધનું હાર્ટએટેકને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા
જ્યારે વડોદરા શહેરમાં 24 કલાકમાં બે વ્યકિતઓના હાર્ટ એટેક થી મોત થયા છે. જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જગદીશ પરમારનું હાર્ટ એટેક થી મોત થયું છે. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતાં જગદીશ પરમારને હાર્ટ એટેક આવતાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય એક ઘટનામાં હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણા નું હાર્ટ એટેક થી મોત થયું છે. જેમાં ગરબા રમતી વખતે જ શંકરભાઈને હાર્ટ એટેક આવ્યો હતો.જે પછી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
જ્યારે બીજી તરફ રાજકોટના ભાદર-2 ડેમના પાટિયામાં સમારકામ કરતા શ્રમિકનું મોત થયું છે. જેમાં શ્રમિક ઉ.પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હતો અને ગુજરાન ચલાવવા માટે ગુજરાત આવ્યો હતો. આશુ કુમાર નામના 28 વર્ષીય પર યુવકનું મોત થયું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યાં હતા. બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તબીબ દ્વારા રાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનું તારણ સામે આવ્યું હતું