- લોકોને દેખાડવા માટે કાર પર લગાવ્યું MLAનું નકલી સ્ટીકર,
- SPએ જોતાં જ કરી કાર્યવાહી
- તપાસમાં સામે આવ્યુ યુવક નથી કોઈ MLA
પોતાની પ્રતિષ્ઠા લોકોને બતાવવા માટે પોતાની કાર પર ભાજપના ઝંડા અને નકલી MLAના સ્ટીકર સાથે ફરતા યુવક સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે યુવકની કાર જપ્ત કરી સાથે સાથે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે,આ કાર્યવાહી SP સિટી દ્વારા કરવામાં આવી છે.
પોલીસની શંકા
યુવક કાર લઈને જઈ રહ્યો હતો. જેના પર MLA લખેલું હતું.પોલીસના જણાવ્યા અનુસાર યુવકની કારમાં હૂટર પણ લગાવવામાં આવ્યું હતું. માર્કેટમાંથી બહાર આવતા જ SP સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈની નજર તેમના પર પડી. તેમણે તરત જ કાર ચલાવતા યુવકની પૂછપરછ શરૂ કરી. જેના પર યુવકે જણાવ્યું કે, તેણે પોતાનો પ્રભાવ બતાવવા માટે નકલી MLAનુ સ્ટીકર લગાવ્યું હતું. જેના આધારે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. આ પછી આરોપી યુવકને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દેવામાં આવ્યો હતો.
એસપી સિટીએ શું કહ્યું
SP ( શહેર પોલીસ અધિક્ષક ) કૃષ્ણા બિશ્નોઈએ કહ્યું કે, તેઓ તેમના નિવાસસ્થાનથી નિકળીને તેઓ પોલીસ ઓફિસ પહોંચી રહ્યા હતા. ત્યારબાદ ઓફિસની સામે એક કાળી SUV કાર દેખાઈ, જેના પર ભાજપનો ઝંડો અને MLA વિધાન પરિષદનું સ્ટીકર હતું. તેની માન્યતા 2021 સીરીયલ નંબર 4 MLA (સદસ્ય વિધાન પરિષદ), વિધાન પરિષદ ઉત્તર પ્રદેશ સચિવાલય શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ભવન અથવા લોક ભવન સિવાય સચિવાલયની તમામ જગ્યાઓ માટે એ ચાલે તેવુ સ્ટીકર લગાવ્યુ હતું.
કાર નંબરની તપાસ
નંબર તપાસતા કાર બૈજનાથપુરના અંકિતની હોવાનું બહાર આવ્યું, પરંતુ તેને વિશાલ યાદવ ચલાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં પોલીસે કાર્યવાહી કરીને વાહન કબજે કર્યું હતું અને યુવકની ધરપકડ પણ કરી હતી. બાદમાં પોલીસે કેસ નોંધીને વિશાલ યાદવને જેલમાં મોકલી વધુ તપાસ હાથધરી છે.


