- હત્યા કર્યા બાદ જાતે જ પોલીસને જાણ કરી હતી
- બંને આરોપીઓ મૃતક મહિલાના સંબંધી : DCP
- નયન અને હેમંત મૃતકના ઘરમાં જ રહેતા હતા
વડોદરામાં હત્યાની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં આજે સવારે 67 વર્ષીય વૃદ્ધાની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના અંગે પોલીસે તપાસ કરી તો વૃદ્ધાના ભાણીયાએ જ વૃદ્ધાની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. જેમાં પ્રોપર્ટી પચાવી પડવા માટે કારસો રચ્યાનું પોલીસનું કહેવું છે.
આ અંગે પોલીસ તપાસ બાબતે ડીસીપી લીના પાટીલે જણાવ્યું કે, 67 વર્ષીય સુલોચનાબેનની હત્યા થઈ હતી. મૃતક મહિલાના ભત્રીજા નયને જ કરી હત્યા હતી. એટલું જ નહીં મૃતક મહિલાના ભત્રીજા નયને જ કરી હત્યા હતી. હત્યા કર્યા બાદ જાતે જ પોલીસને જાણ કરી હતી. જેમાં હત્યારા નયન અને હેમંત મૃતકના ઘરમાં જ રહેતા હતા. મૃતક નિઃસંતાન હતા. ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો હતો.
આરોપી નયનને મૃતક મહિલાએ નાનપણથી રાખ્યો હતો. મહિલાને મારી નાખી પ્રોપર્ટી હડપ કરવાનો પણ કારસો હતો. આરોપી નયને 1000 રૂપિયા મૃતક મહિલા પાસે માંગ્યા હતા. રૂપિયા ન આપતા ઉશ્કેરાઈ જઈ હેમંતની મદદથી ચાકુના ઘા મારી હત્યા કરી હતી. આરોપીઓ હત્યા કરી વડોદરાથી પાવાગઢ ફરાર થયા હતા. મોબાઈલ લોકેશનના આધારે બંનેને ઝડપી લેવાયા હતા.
ઘટના અંગે એફ ડિવીઝનના એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે 6.09 કલાકે અતુલ અંબાલાલ અમીને નામના વ્યક્તિએ જાણ કરી હતી કે તરસાલી વિસ્તારમાં આવેલ અમીન ખડકીમાં ઘર નં-9માં મારા બા ઘરમાં સુતા હતા અને હું ગરબા જોવા ગયો હતો. આ સમય વચ્ચે કોઇએ એમને ચપ્પુ મારીને બહારથી દરવાજો તાળું મારીને બંધ કરી દીધો છે. અંદર બા લોહીલુહાણ હાલતમાં પડેલા છે. જેથી તાત્કાલિક મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ ચાલી રહી છે. હત્યાનું કારણ બહાર આવ્યું નથી. રાત્રે 10 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યાની વચ્ચે ઘટના બની છે. પેટના ભાગે ચપ્પુ મારેલું છે અને ફરિયાદી યુવક મૃતક મહિલાની બહેનનો દીકરો છે.