- પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટના
- વાગરાના પીસાદ ગામની સિમમાંથી તોડફોડ કરેલુ એટીએમ મશીન મળ્યું
- મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે
વાગરા પંથકમાં પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. સૌથી સુરક્ષિત ગણાતા બેંક એટીએમ મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વાગરા ના પીસાદ ગામની સિમમાંથી તોડફોડ કરી ફેકી દીધેલુ એટીએમ મશીન મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વાગરા ના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ કોમ્પલેક્ષ માંથી ગતરોજ રાત્રીએ તસ્કરો એચડીએફ્સી બેન્ક નું આખે આખું એ.ટી.એમ.મશીન ઉઠાવી ગયા હતા.જે પિસાદ ગામની સીમ માંથી ભંગાર હાલતમાં મળી આવ્યુ હતુ.છેલ્લા કેટલાક સમય થી વાગરા નગર સહિત પંથકના ગામોમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. નોંધપાત્ર બાબત એ છે કે, સાયખાં GIDC માં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફ્ળ-નિષ્ફ્ળ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો બિન્દાસપણે એક બાદ એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે. પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈ ને સ્થાનિકો ભયભીત બન્યા છે. ત્યારે વાગરા પોલીસને પણ શરમનો સામનો કરવાની નોબત આવી પડી છે. વાગરા પોલીસ મથક થી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ HDFC બેંકના ATM મશીનને આખે આખું ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીક લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. એટલુ જ નહિ મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ પણ ચાઉ કરી મશીનને પીસાદ ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં ફેંકી દીધુ હતુ.જેની જાણ ખેતર માલિકને થતા તાત્કાલિક તેમણે તત્કાલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે પોતાને પડકાર સમાન ચોરીની ઘટનાને ગંભીરતા થી લઈ ને અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત તેજ બનાવી દીધી હતી. માઅત્રે ઉલ્લેખનીય છે કે એટીએમ મશીનમાં લાખોની રકમ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.


