- છેલ્લા બે મહિનામાં શ્વાસના દર્દીઓમાં 50થી 60 જેટલા કેસ
- લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
- સામાન્ય ફ્લૂના કેસ 20 થી 25 દરરોજ આવી રહ્યાં છે
જૂનાગઢમાં બેવડી ઋતુને કારણે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. જેમાં શહેર સહિત સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે લોકો બીમાર પડી રહ્યા છે. જૂનાગઢમાં ઠંડી અને તડકો એટલે કે ગરમી અને ઠંડીની મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
શહેરમાં મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ અને જીવાણુઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે. એટલે આવા જીવાણુમાં વૃદ્ધિ થઈ રહી છે અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી વિવિધ પ્રકારના તાવ અને બીમારીઓનો ભોગ લોકો બની રહ્યા છે. જેમાં બીમારી અને વિવિધ પ્રકારની તાવની બીમારીમાં નિમોનિયા, શ્વાસના દર્દીઓના કેસમાં વધારો થતો જોવા મળે છે.
છેલ્લા બે મહિનામાં શ્વાસના દર્દીઓમાં 50થી 60 જેટલા કેસ
ગત મહિને સામાન્ય શિયાળાની ઋતુમાં કેસ જોવા મળતા હોય છે એવા વખતે 20થી 30 ટકા વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં શ્વાસના દર્દીઓમાં 50થી 60 જેટલા કેસ, ફ્લૂ બીમારીના કેસ જોવા જઇએ તો 70 થી 80 દર્દીઓ દરરોજના આવે છે. તેમાં સામાન્ય ફ્લૂના કેસ 20 થી 25 તથા શરદી અને ઉધરસના કેસ 50 થી 60 તથા ઝાડા ઉલ્ટીના કેસ 15 થી 17 અને શ્વાસને લગતી બીમારીના કેસ 8 થી 10 દરરોજ આવે છે.


