ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝની બીજી મેચ કટકમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની ઈનિંગ દરમિયાન લાઈટો બંધ થઈ ગઈ હતી. કટકના બારાબતી સ્ટેડિયમની ફ્લડલાઈટ અચાનક બગડી ગઈ. આના કારણે મેદાન પરનો પ્રકાશ ઓછો થઈ ગયો.
લાઈટ બંધ થઈ ગયા પછી મેચ લાંબા સમય સુધી રોકાઈ રહી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારતને 305 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત વિસ્ફોટક રહી.
ચાલુ મેચ રોકવામાં આવી
ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 6.1 ઓવરમાં કોઈ પણ નુકસાન વિના 48 રન બનાવી લીધા. આ સમય દરમિયાન રોહિત શર્માએ 18 બોલમાં 29 રન બનાવ્યા હતા. રોહિતે આ ઈનિંગમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. શુભમન ગિલે 19 બોલમાં 17 રન બનાવ્યા. ગિલે 3 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ આ પછી પ્રકાશમાં સમસ્યા આવી.
કટક સ્ટેડિયમમાં બે વાર લાઈટની આવી સમસ્યા
ભારતીય ઈનિંગ્સની છઠ્ઠી ઓવર દરમિયાન ફ્લડલાઈટમાં સમસ્યા હતી. આ કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. પરંતુ આ પછી ફક્ત એક જ બોલ ફેંકાયો અને પછી લાઈટ્સ બંધ થઈ ગઈ. આ કારણે મેચ અધવચ્ચે જ રોકવી પડી. આ જોઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાન છોડીને ચાલ્યા ગયા. ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ મેદાન છોડીને ગયા.
ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાનો વ્યક્ત કર્યો ગુસ્સો
પ્રકાશની સમસ્યાને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ટીમ ઈન્ડિયાના ફેન્સે ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ શેર કરી છે.


