ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં ભારતીય ટીમનો વિજય મહત્વપૂર્ણ બની ગયો કારણ કે વિરાટ કોહલી તે મેચમાં બહુ સમય પછી સદી ફટકારવામાં સફળ રહ્યો. આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી જ નહીં પરંતુ મેચ પૂરી કર્યા પછી જ તેઓ પરત પણ ફર્યા. હવે ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાનો છેલ્લો મુકાબલો 2 માર્ચે ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધ રમશે. એવામાં મેચમાં સૌની નજર કોહલીના પ્રદર્શન પર રહેશે. કેમકે જો તેઓ સેમીફાઇનલ મેચ પહેલા જો તેઓ વધુ એક સદી ફટકારે છે તો કંઇક મોટી જ સિદ્ધિ મેળવી શકશે.
વિરાટ કોહલીના નિશાને સચિનનો રેકોર્ડ !
ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકરના નામે છે, જેમણે કિવી ટીમ સામે કુલ 42 મેચ રમી છે, જેમાં તેમણે 46.05 ની સરેરાશથી 1750 રન બનાવ્યા છે, આ સમયગાળા દરમિયાન તેમણે 5 સદી અને 8 અડધી સદીની ઇનિંગ્સ પણ જોવા મળી હતી. કોહલી હાલમાં આ યાદીમાં બીજા નંબરે છે, જેમાં તેણે ન્યુઝીલેન્ડ સામે 31 વનડેમાં 58.75 ની સરેરાશથી 1645 રન બનાવ્યા છે, જેમાં છ સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં જો કોહલી 2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં 106 રન બનાવવામાં સફળ રહે છે, તો તે ODI ફોર્મેટમાં કિવી ટીમ સામે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
કોહલીનો કેવો છે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રેકોર્ડ
વિરાટ કોહલીનો ICC ODI ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે રેકોર્ડ જોઈએ તો તે ઘણો સારો છે. જેમાં તેણે 3 મેચમાં 71 ની સરેરાશથી કુલ 213 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોહલીએ એક સદી અને અડધી સદીની ઇનિંગ પણ જોવા મળી છે. ICC ODI ટુર્નામેન્ટમાં કિવી ટીમ સામે કોહલીનો શ્રેષ્ઠ સ્કોર 117 રનની ઇનિંગ છે.


