દક્ષિણ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી20 મેચ રમાઈ રહી હતી જેમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની ટીમને 101 રનથી હરાવ્યું હતું. આજની મેચમાં એડન માર્કરામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી. જેના કારણે તિલક વર્મા પાવરપ્લેમાં જ બેટિંગ કરવા ઉતર્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે એક એવી સિક્સર ફટકારી કે બોલ મેદાનની બહાર છૂમંતર થઇ ગયો હતો
તિલક વર્માએ એક જબરદસ્ત સિક્સર ફટકારી
ઇનિંગની 10મી ઓવરના ત્રીજા બોલ પર, તિલક વર્માએ એનરિચ નોર્ટજેની બોલ પર એક લાંબી સિક્સર ફટકારી, જેનાથી બોલ મેદાનની બહાર ઉડતો જોવા મળ્યો હતો. તિલકના આટલા મોટા સિક્સરથી નોર્ટજે દંગ રહી ગયો હતો. આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ શોટ સિવાય, તિલક વર્માની બેટિંગ ખૂબ જ નબળી હતી. તિલક વર્માએ 32 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારવા છતાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. તિલકની ધીમી ગતિને કારણે ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 175 રન બનાવી શકી. તિલક ઉપરાંત, અક્ષર પટેલે પણ ખૂબ જ ધીમી બેટિંગ કરી, અને અંતે, ફક્ત પંડ્યાએ સારી બેટિંગ કરી.
હાર્દિક પંડ્યાએ અદ્ભુત પ્રદર્શન કર્યું
છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવતા, હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 4 જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થાય છે. પંડ્યાની ઇનિંગથી ટીમ ઇન્ડિયા દબાણ કરી શકી.
આ પણ વાંચો— IND vs SA 1st T20I : પહેલી T20I મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રને હરાવ્યું


