ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું. આ જીત સ્ટાર ઓપનર અભિષેક શર્માની નિરાશા જનક પ્રદર્શન જોવા મળ્યું હતું, જે મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો. ત્યારે આગમી પાંચ મેચમાં વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે.
અભિષેક હોમ ગ્રાઉન્ડ પર ધમાલ મચાવશે?
અભિષેક શર્મા બીજી T20માં ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરી શકે છે. આનું એક કારણ એ છે કે 11 ડિસેમ્બરે યોજાનારી આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, જે અભિષેકનું હોમ ગ્રાઉન્ડ છે
વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા પર નજર
હવે વાત કરીએ રેકોર્ડ્સની. અભિષેક શર્મા ગયા વર્ષથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે, અને આ વર્ષે તે સતત રેકોર્ડ તોડી રહ્યો છે. આ વર્ષે અભિષેક પાસે ફક્ત ચાર T20 મેચ બાકી છે, અને જો તે આ ચાર મેચોમાં 99 રન બનાવી લે છે, તો તે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખશે.
એક વર્ષમાં T20માં સૌથી વધુ રનનો રેકોર્ડ
આ એક વર્ષમાં T20 ક્રિકેટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. જો તે આગામી ચાર મેચોમાં 99 રન બનાવશે તો તે વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી નાખશે અને તેને પોતાના નામે કરી લેશે. અભિષેકની વિસ્ફોટક બેટિંગથી એવું લાગે છે કે તે ચંદીગઢમાં જ આ રેકોર્ડ તોડી શકે છે.


