ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ ચાલી રહી છે. અત્યાર સુધી બે મેચ રમાઈ છે.અને બંને ટીમો એક-એક જીત સાથે બરાબરી પર છે.કટકમાં રમાયેલી પહેલી મેચમાં,ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી,પરંતુ ભારત બીજી મેચ હારી ગયું હતું.મુલ્લાનપુરમાં રમાયેલી બીજી T20 મેચમાં,દક્ષિણ આફ્રિકાએ 51 રનની જીત સાથે સીરિઝની બરાબરી કરી.પરિણામે સીરિઝની ત્રીજી મેચ મહત્વપૂર્ણ બની ગઈ છે.બંને ટીમો આ મેચમાં પોતાની લીડ વધારવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે. તો, ચાલો જાણીએ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ત્રીજી T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે.
ત્રીજી T20 મેચ ક્યાં રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સીરિઝની ત્રીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરના રોજ રમાશે. સુંદર હિમાલયની ખીણો વચ્ચે વસેલા ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજાનો સામનો કરશે. બંને ટીમો ત્રીજી ટી20 માટે ધર્મશાળા પહોંચી છે, અને શનિવારે અલગ અલગ સમયે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. શ્રેણીમાં લીડ મેળવવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત-દક્ષિણ આફ્રિકા ત્રીજી T20I મેચ રવિવારે ધર્મશાલામાં IST સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલો, 6:30 વાગ્યે થશે. મેચ રાત્રે 11:00 વાગ્યે સમાપ્ત થશે. નોંધનીય છે કે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 11 T20I રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરતી ટીમોએ ચાર મેચ જીતી છે
બીજી T20Iની સ્થિતિ
મુલ્લાનપુરમાં રમાયેલી બીજી T20I માં, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ટીમ તરફથી ક્વિન્ટન ડી કોકે 5 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 90 રન બનાવ્યા. ડોનોવન ફરેરાએ 30* રન બનાવ્યા, અને કેપ્ટન એડન માર્કરામે 29 રન ઉમેર્યા. લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેઓએ માત્ર 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા 17, કેપ્ટન સૂર્યા 5 અને શુભમન ગિલ 5 રન બનાવીને આઉટ થયા. જોકે, તિલક વર્માએ 62 રન બનાવીને ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. જોકે, અન્ય કોઈ બેટ્સમેન નોંધપાત્ર યોગદાન આપી શક્યો નહીં, અને ભારત 51 રનથી હારી ગયું. આ સાથે સીરિઝ 1-1 થી બરાબર થઈ ગઈ.
આ પણ વાંચો – IND vs SA 2nd T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે


