- ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું
- શ્રેયસ અય્યરને મળ્યો બેસ્ટ ફિલ્ડર એવોર્ડ
- શ્રેયસ અય્યરે આ મેચમાં બે શાનદાર કેચ પકડ્યા
મુંબઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની 82 રનની તોફાની ઇનિંગની સાથે તેણે ફિલ્ડિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી હતી. શ્રેયસ અય્યરે શાનદાર બે કેચ પણ પકડ્યા હતા. વર્લ્ડકપ 2023ની આ મેચમાં અય્યરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે તેને મેડલ આપ્યો હતો. ભારતીય ટીમે આ વખતે પણ અલગ રીતે શ્રેષ્ઠ ફિલ્ડિંગ માટે મેડલની જાહેરાત કરી હતી. સચિન તેંડુલકરે વીડિયો દ્વારા ભારતીય ટીમને મેડલ વિજેતાનું નામ જણાવ્યું હતું.
શ્રેયસ અય્યરને મળ્યો બેસ્ટ ફિલ્ડર એવોર્ડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની વેબસાઇટ અને X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચે રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યરના વખાણ કર્યા હતા. આ પછી મેડલની જાહેરાત માટે ટીવી ચાલુ કરવામાં આવ્યું હતું. સચિન તેંડુલકરનો વીડિયો ટીવી પર ચાલ્યો. સચિને રોહિત શર્મા સહિત સમગ્ર ભારતીય ટીમના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેણે એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો. સચિને વીડિયોના અંતમાં શ્રેયસ અય્યરનું નામ લીધું હતું. અય્યરે શ્રેષ્ઠ ફિલ્ડિંગ માટે મેડલ જીત્યો હતો. કેએલ રાહુલે તેને ડ્રેસિંગ રૂમમાં મેડલ આપ્યો હતો.
ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું
ભારતીય ટીમે સારી ફિલ્ડિંગ કરનારા ખેલાડીઓને મેડલ આપવાની પરંપરા શરૂ કરી છે. અય્યર પહેલા વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ ફિલ્ડર ઓફ ધ મેચ માટે મેડલ જીતી ચુક્યા છે. મુંબઈમાં શ્રીલંકા સામેની મેચમાં ભારતે 302 રને જીત મેળવી હતી.