- ઈઝરાઈલ-ફિલિસ્તાન વચ્ચે યુદ્ધનાં કારણે ક્રૂડનાં ભાવમાં વધારો
- વિકાસશીલ દેશ તરીકે ભારત માટે આ યુદ્ધ ખૂબ મહત્વનું
- દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે તેવામાં વધી શકે છે મોંઘવારી
હાલમાં ઈઝરાયલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થયું છે. ત્યારે તેની અસર ભારત સહિતના વિવિધ દેશોમાં મોંઘવારીના રૂપે પડી શકે છે. જેમાં સૌથી મોટી અસર G-20 સમિટમાં ઇકોનોમિક કોરિડોરને ખલેલ પહોંચી શકે છે. આર્થિક મોર્ચે તેનું મોટું નુકસાન ભારતને પહોંચી શકે છે.
ઓલ ઈન્ડીયા ઈમ્પોર્ટ એકસપોર્ટ ફેડરેશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ભારત – ઈઝરાઈલ વચ્ચે 12 બિલિયન ડોલર વચ્ચેનો વેપાર હાલના સમયમાં થઈ રહ્યો છે. જેની વચ્ચે ભારત- ફિલિસ્તાન વચ્ચે 94 મિલિયન ડોલરનો વ્યાપારિક સંબંધને અસર થઈ શકે છે. આ કારણે ઘણા પરિબળો અસર થઈ શકે છે.
આ તરફ ભારતમાંથી ઘઉં, ચોખા, વિવિધ કઠોળ નું મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. જ્યારે ઈઝરાઈલ અને ફિલિસ્તાન વચ્ચે યુદ્ધનાં કારણે ક્રૂડનાં ભાવમાં પણ વધારો થઈ શકે છે. આ તમામની અસર વિકાસશીલ દેશ તરીકે ભારત માટે આ યુદ્ધ ખૂબ મહત્વનું બની રહ્યું છે. જેમાં પણ આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે તેવામાં મોંઘવારી વધી શકે છે.
ગુજરાત માંથી ચોખા, મશીનરી, ટેક્ષ્ટાઈલ,એગ્રો કેમિકલ, તાંબા ના વાયર, એલ્યુમિનિયમ કોપર શેડથી લઈ કઠોળ એક્સપોર્ટ થઈ રહ્યા છે. જેના કારણે ત્યાંના વેપારમાં મોટી અસર જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત કરી હતી તેની અસર જોવા મળી શકે છે.