- ભારતીય વાયુસેનાની સફળતા
- C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ રાત્રે એરસ્ટ્રીપ પર ઉતર્યું
- ટ્રેનિંગ દરમિયાન જહાજમાં ગરુડ કમાન્ડો તૈનાત હતા
ભારતીય વાયુસેનાએ રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનું લેન્ડિંગ કર્યું છે. માહિતી આપતાં વાયુસેનાએ જણાવ્યું કે પહેલીવાર વાયુસેનાના C-130J એરક્રાફ્ટે કારગિલ એર સ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગ કર્યું છે. આ તાલીમ દરમિયાન, ગરુડ કમાન્ડોને ટેરેન માસ્કિંગ કાર્ય માટે પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
સરહદની સુરક્ષા માટે સતર્કતા
હવે વાયુસેના સરહદની સુરક્ષા અને આતંકવાદીઓને નષ્ટ કરવા માટે દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ પોતાની સતર્કતા વધારી રહી છે. ભારતીય વાયુસેનાએ તેના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે.
પ્રથમવાર ગરુડ કમાન્ડો તૈનાત
ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે નાઈટ ઓપરેશન દરમિયાન એરફોર્સના કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડો એ તાલીમનો એક ભાગ હતા જેમાં તેઓ કટોકટીના સમયમાં શક્ય તેટલી વહેલી તકે તૈનાત માટે આગળ જઈ શકે.
ગરુડ કમાન્ડોએ ટેરેન માસ્કિંગની તાલીમ લીધી
સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપતા ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, “પ્રથમ વખત એરફોર્સના C-130J એરક્રાફ્ટે કારગિલ એર સ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગ કર્યું છે. આ ટ્રેનિંગ દરમિયાન ગરુડ કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટેરેન માસ્કિંગ એક સૈન્ય વ્યૂહરચના છે, જેનો ઉપયોગ પર્વતો, પહાડો, જંગલો જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને દુશ્મનના રડારથી બચવા માટે કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દુશ્મનોથી છુપાઈને પોતાનું મિશન પાર પાડવાનો છે.


