સૌ કોઇ જાણે છે કે હાલમાં જ ઇન્ડિગોની મોટી ટેકનિકલ ખામીને કારણે હજારો મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રને હચમચાવી નાખ્યું હતું. આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે સરકારે હવે કડક પગલાં લેતા, દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં પહેલીવાર સમગ્ર ટેકનિકલ ફોલ્ટ મોનિટરિંગ સિસ્ટમને તાત્કાલિક અસરથી ફરી ગોઠવી છે.
ખામી રિપોર્ટિંગ સિસ્ટમ
છેલ્લા કેટલાક સમયમાં વારંવાર ઊભા થતા ફ્લાઇટ વિલંબો, રદગતીઓ અને સુરક્ષાથી સંબંધિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને DGCA એ ખામી રિપોર્ટિંગ સિસ્ટમને વધારે મજબૂત કરવા માટે પગલા લઇ રહ્યા છે.
કેન્દ્રના નવા આદેશો
સરકારના 12 પાનાના નવા આદેશ મુજબ, ટેકનિકલ કારણોસર 15 મિનિટ કે તેથી વધુ મોડી પડતી કોઈપણ ફ્લાઇટ હવે ફરજિયાત તપાસ કરવામાં આવશે. એરલાઇન્સને વિલંબનું કારણ, ખામીની વિગત અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે. સાથે જ, કોઈપણ મોટી ખામી અંગે DGCA ને તરત ફોન દ્વારા જાણ કરવી ફરજિયાત રહેશે. વિગતવાર રિપોર્ટ 72 કલાકની અંદર સબમિટ કરવો પડશે.
નિયમો હવે વધુ કડક
નવા નિયમો અનુસાર, એક જ પ્રકારની ખામી ત્રણ વખત જોવા મળે તો તેને “પુનરાવર્તિત ખામી” તરીકે ગણવામાં આવશે અને આ માટે અલગ વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે. DGCAનું માનવું છે કે અગાઉની ખામી રિપોર્ટિંગ સિસ્ટમ ઘણી નબળી હતી, જેમાં 15 મિનિટના વિલંબની તપાસ ફરજિયાત નહોતી. હવે કડક નિયમોથી એરલાઇન્સ પર દબાણ વધશે અને મુસાફરોને વધુ સારી અને વિશ્વસનીય સેવા મળી રહેશે.
આ પણ વાંચો : RSS: PM Modiના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ


