કંપનીની સંપત્તિ G&Bની 3400 એકર જમીનનો મુદ્દો ઉકેલવો મહત્વપૂર્ણ
Updated: Oct 3rd, 2023
Godrej group split : આપણા દેશના જૂના અગ્રણી બિઝનેસ ગ્રુપની વાત કરવામાં આવે તો અચૂકથી આપણને 126 વર્ષ જુનું ગોદરેજ ગ્રુપનું નામ આ યાદીમાં જોવા મળે છે. હાલમાં આ ભારતના સૌથી જૂના ગ્રુપમાં એક ગોદરેજ ગ્રુપ વિભાજિત થઈ શકે છે. 1.76 લાખ કરોડના આ મકાનમાં બિઝનેસને વહેંચવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
ટૂંક સમયમાં વિભાજન અંગે થઇ શકે છે સત્તાવાર જાહેરાત
જ્યારે પણ ગોદરેજ ગ્રૂપનું નામ આવે છે, ત્યારે સૌથી પહેલા આપણને મગજમાં તાળાઓ (Lock) યાદ આવે છે. 1.76 લાખ કરોડ રૂપિયાના ગોદરેજ ગ્રુપે તાળા વેચીને બિઝનેસની શરૂઆત કરી હતી. હવે એક અહેવાલમાં પ્રકાશિત થયું છે તે મુજબ આ ગ્રુપના વિભાજનને લઇ વાતચીત ચાલી રહી છે. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ, આ અંગેના કરાર એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયા છે અને તે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.
તાળા બનવાથી થઇ હતી શરૂઆત
આજે આ ગ્રુપનું વેલ્યુએશન 1.76 લાખ કરોડ રૂપિયા છે. તેની શરૂઆત તાળા વેચવાની સાથે થઇ હતી. હવે આ જૂથે તેની લિમીટને એટલી વધારી દીધી છે કે હવે તે લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવી રહ્યું છે. આ જૂથે નાણાકીય વર્ષ 2023 માટે 42,172 કરોડ રૂપિયાની જંગી આવક હાંસલ કરી છે. નફાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 4000 કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે.
આ કારણે વિભાજન થઇ શકે છે
કોઈ પણ મોટા બિઝનેસમાં વિભાજનના ઘણા કારણો હોય છે. ગોદરેજ ગ્રૂપના વિભાજન પર વાત કરીએ તો અહીં પણ એક સમસ્યા જોઈ શકાય છે. નિષ્ણાતોના મતે, કંપનીની સંપત્તિ G&Bની 3400 એકર જમીનનો મુદ્દો ઉકેલવો મહત્વપૂર્ણ છે. ઇક્વિટી ક્રોસહોલ્ડિંગના કારણે આ જમીન ફાળવણીમાં સમસ્યા થાય છે. જો કે, આંતરિક રીતે આ મુદ્દાને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.