આ મુલાકાત ભારત-અમેરિકા ટેરિફ અંગેના સંબંધોને કેટલા સામાન્ય બનાવશે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત -રશિયા વચ્ચે ઓઇલ સપ્લાઇનો મામલો
પુતિનની ભારત મુલાકાત દરમિયાન વિવિધ પ્રકારના કરાર કરવામાં આવ્યા હતા. આ તમામ બેઠકો અને વાતચીતમાં સૌથી મહત્ત્વનો મુદ્દો ભારત -રશિયા વચ્ચે ઓઇલ સપ્લાઇનો રહ્યો હતો. રશિયા ઓઇલ સપ્લાઇ સતત યથાવત રાખશે તેમ પુતિને જણાવ્યુ હતુ. તાજેતરમાં સામે આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ હતું કે, વરિષ્ઠ અમેરિકન રાજદ્વારી એલિસન હૂકર ભારતની મુલાકાત લેશે અને ભારત-અમેરિકા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
‘વેપાર સોદાઓ, નીતિઓ ટેરિફ પર આધારિત’
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ રશિયાથી ભારતીય તેલ આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફનો 25 ટકા ખાસ કરીને રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવ્યો છે. હાલમાં, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી તણાવપૂર્ણ છે. જે આ મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. એલિસ હૂકરની મુલાકાત દરમિયાન, ચર્ચાઓ ભારત-અમેરિકા વેપાર સોદાઓ, નીતિઓ અને ખાસ કરીને ટેરિફ પર કેન્દ્રિત થવાની સંભાવના છે.
યુએસ રાજદ્વારી એલિસન હૂકર કોણ છે?
એલિસન હૂકર અમેરિકન અમલદારશાહીમાં એક જાણીતું નામ છે. હાલમાં, તેઓ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં રાજકીય બાબતોના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે સેવા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એલિસન હૂકર અમેરિકાના સૌથી વરિષ્ઠ વિદેશી રાજદ્વારીઓમાંના એક છે. તેમણે 5 જૂન, 2025 ના રોજ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આ પદ સંભાળ્યું હતું. આ પહેલા, તેમણે યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં એશિયન બાબતો અને કોરિયન દ્વીપકલ્પની જવાબદારી સંભાળી હતી.
આ મુલાકાત શા માટે મહત્વપૂર્ણ ?
જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે, ત્યારે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટો સૂચવે છે કે બંને દેશો વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હૂકરની મુલાકાત એ પણ સૂચવી શકે છે કે અમેરિકા માત્ર ટેરિફ દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી પરંતુ દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલની પણ આશા રાખી રહ્યું છે. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા સાથેના તેના તેલ વેપારમાં ઘટાડો કરશે. ત્યારે પુતિનની મુલાકાતે ફરી એકવાર ભારત-રશિયા સંબંધોના ગાઢ બનતા પુરાવા આપ્યા હતા.
આ પણ વાંચોઃ Putin India Visit: પોર્ટેબલ ન્યુક્લિયર પાવર શું છે, ભારતે રશિયા સાથે કરેલો મુખ્ય કરાર કેમ છે ચર્ચામાં?, જાણો


