- ભારતીય મૂળના દંપતીને સજા ફટકારતા દંપતીએ આરોપો ફગાવ્યા
- આરતી ધીર અને કંવલજીતસિંહ રાયજાદા સામે ગુજરાતમાં કિશોરની હત્યાનો આરોપ
- આ દંપતીએ બ્રિટનમાં મસમોટું કાળું સામ્રાજય ઊભું કર્યું હતું
ઓસ્ટ્રેલિયાની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે ભારતીય મૂળના દંપતીને વિવિધ કેસ હેઠળ દોષિત જાહેર કરી જજે 33 વર્ષની સજા ફટકારી હતી. આરતી ધીર અને કંવલજીતસિંહ રાયજાદા નામના દંપતીએ ઓસ્ટ્રેલિયામાં કોકેઈન નિકાસ અને મની લોન્ડરિંગના આરોપોથી ઈનકાર કર્યો હતો.
2021માં 600 કરોડ રૂપિયાનું કોકેન પકડાયું હતું
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) અનુસાર, ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે મે 2021માં સિડની પહોંચેલા અડધા ટનથી વધુ કોકેઈન જપ્ત કર્યા હતા, જેની કિંમત 57 મિલિયન પાઉન્ડ એટલે કે રૂ. 600 કરોડથી વધુ છે. કોકેઈનને ટૂલ બોક્સમાં હોશિયારીથી છુપાવવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે કોકેઈન આરતી ધીર અને કંવલજીતનું હતું. આ બંનેએ તેમના ડ્રગ સ્મગલિંગ નેટવર્કને સરળ બનાવવા માટે વાઇફ્લાય ફ્રેઇટ સર્વિસીસ નામની ફ્રન્ટ કંપનીની સ્થાપના કરી હતી.
દંપતીએ નકલી કંપની બનાવી હતી
ફરિયાદ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે દંપતીની શેલ કંપનીએ યુકેથી કોમર્શિયલ ફ્લાઇટ મારફતે માદક દ્રવ્યો મોકલ્યા હતા. જ્યારે અધિકારીઓએ ટૂલબોક્સ ખોલ્યું, ત્યારે તેમને 514 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું. ઑસ્ટ્રેલિયામાં દવાઓની કિંમતો યુકે કરતાં ઘણી વધારે છે. જથ્થાબંધ રીતે, બ્રિટનમાં એક કિલો કોકેઈનની કિંમત 26 હજાર પાઉન્ડ છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક કિલો કોકેઈનની કિંમત 110,000 પાઉન્ડ છે.
21 જૂન, 2021ના રોજ દંપતી ઝડપાયું
NCA એ આરતી ધીર અને કંવલજીતના ઘરેથી મળેલા ટૂલબોક્સ અને રસીદોના પ્લાસ્ટિક રેપિંગમાંથી પુરાવા એકત્રિત કર્યા. જેના પર રાયજાદાના ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હતા. ધીર અને રાયઝાદા, બંને અગાઉ હીથ્રો ફ્લાઇટ સર્વિસીસ કંપનીમાં નોકરી કરતા હતા, તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઢાંકવા માટે એરપોર્ટની નૂર હેન્ડલિંગ પ્રક્રિયાના તેમના આંતરિક જ્ઞાનનો લાભ લીધો હતો. જો કે, 21 જૂન, 2021 ના રોજ તેમના હેનવેલ નિવાસસ્થાને આ દંપતીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના કાળા કાર્યોનો પર્દાફાશ થયો. તે સમયે રોકડ રકમ અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીની લગડીઓ મળી આવી હતી.
વૈભવી ફલેટ સાડા આઠ કરોડમાં ખરીદ્યો હતો
ગત વર્ષે ફેબ્રુઆરીમાં તપાસ કર્યા બાદ દંપતીની સંતાડેલી મિલકતનો ખુલાસો થયો હતો. સરકારી અધિકારીઓએ પશ્ચિમ લંડનમાં એક સ્ટોર યુનિટમાં સૂટકેશમાં સંતાડેલા આશરે ત્રણ મિલિયન પાઉન્ડ રોકડા જપ્ત કર્યા હતા. દંપતીએ ઈલિંગમાં સાડા આઠ કરોડ રૂપિયામાં એક અત્યંત વૈભવી ફલેટ પણ ખરીદી લીધો હતો. તેમજ 62 હજાર પાઉન્ડમાં લેંડ રોવર કાર ખરીદી હતી. વર્ષ-2019માં જુદીજુદી બેંકોમાં તેમના આશરે 740,000 પાઉન્ડ રોકડા જમા હોવાથી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને મની લોન્ડરિંગની શંકા જન્માવી હતી.
ગુજરાતમાં 11 વર્ષના કિશોરની કરપીણ હત્યા કરી હતી
આરતી ધીર અને કંવલજીતસિંહ રાયજાદા સામે ગુજરાતમાં પોતાના દત્તક પુત્ર ગોપાલ સેજાણીની હત્યા કરવાનો આરોપ છે. પોલીસ અનુસાર વર્ષ-2017માં 11 વર્ષીય કિશોરની હત્યા કરી દેવાાં આવી હતી. ભારતીય દંપતી ગોપાલને દત્તક લેવા માટે વર્ષ-2015માં ગુજરાત આવ્યું હતું. બંનેએ બાળકને લંડનમાં લઈ જઈ સારા ઘડતરનો વાયદો કર્યો હતો. જો કે આઠ ફેબ્રુઆરી 2017માં ગોપાલનું અપહરણ કરી લેવાયું હતું. પછી તેને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. કિશોરની લાશ રોડ પાસેથી મળી આવી હતી. પોલીસે ખુલાસો કર્યો કે દત્તક લીધા બાદ વીમાની રકમ હડપ કરવા આ સમગ્ર કાવતરું રચ્યું હતું.
ગોપાળ એક ખેડૂત પરિવારનો યુવક હતો. તે પોતાની મોટી બહેન અને તેના બનેવી સાથે રહેતો હતો. ગુજરાત પોલીસે વર્ષ-2019માં પ્રત્યાર્પણની માંગ કરી હતી પરંતુ અપીલને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ-2020માં લંડનમાં હાઈકોર્ટમાં પણ અપીલ કરવામાં આવી હતી.


