- અફઘાનિસ્તાનમાં એક પ્રવાસી વિમાન ક્રેશ થયું
- શરૂઆતમાં વિમાન ભારતનું હોવાનું દાવો થયો હતો
- રશિયાની રાજધાની મૉસ્કો વિમાન જઈ રહ્યું હતું
અફઘાનિસ્તામાં એક મોટી હવાઈ દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક પ્રવાસી વિમાન રશિયાની રાજધાની મૉસ્કો જઈ રહ્યું હતું. અને આ પ્રવાસી વિમાન પોતાના નિશ્ચિત માર્ગથી ભટકી ગયું હતું. શનિવારે રાત્રે અફઘાનિસ્તાનના બદખ્શામાં જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અત્યાર સુધી આ વિમાનને લઈ અફઘાનિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. પહેલાં આ વિમાન ભારતીય હોવાનો દાવો કરાયો હતો.
બદખ્શાના સૂચના અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખે જણાવ્યું કે જેબક જિલ્લાની સાથે તોપખાના પહાડોમાં આ પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમને કહ્યું કે વિમાન રવિવારે સવારે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાનમાં કુલ કેટલા પ્રવાસીઓ સવાર હતા અને તેમની શું સ્થિતિ છે તે અંગે હજી સ્પષ્ટ નથી થયું. આ ઉપરાંત ભારત સરકાર તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. જો કે આમ છતાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે રૂટ પર આ દુર્ઘટના સર્જાઈ છે તે રૂટ પર કોઈપણ ભારતીય વિમાન નહોતું ગયું.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન ભારતમાં રજિસ્ટર્ડ નથી: DGCA
જો કે આ વિમાન વિદેશી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ડીજીસીએ જણાવ્યું કે આ વિમાન ભારતીય નથી અને ભારતમાં રજિસ્ટર્ડ નથી. વિમાનમાં 10 લોકો સવાર હોવાનું પણ સામે આવ્યું છે. આ વિમાન મોરોક્કોનું સામે આવ્યું છે.


