- પોલેન્ડની કંપનીઓને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપું છું : પીએમ મોદી
- પોલેન્ડમાં ભવ્ય સ્વાગત માટે પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો
- આતંકવાદ સામે લડાઈ જરૂરી : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલેન્ડના પીએમ સાથે મંચ પર સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પોલેન્ડમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે પોલેન્ડમાં ઉમળકાભેર સ્વાગત બદલ આભાર માનું છું. પીએમ મોદીએ પોલેન્ડમાં રહેલી કંપનીઓને ભારતમાં રોકાણ માટે નિમંત્ર આપ્યું હતું. આ ઉપરાંત પીએમ મોદીએ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ઊંડો ચિંતાનો વિષય હોવાનું માન્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે યુદ્ધ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. આતંકવાદથી લડવાનું એ આપણી પ્રાથમિકતા છે. પીએમ મોદીએ પોલેન્ડ સાથે ભારતના જૂના સંબંધની યાદગીરી વ્યક્ત કરી હતી.
ભારત અને પોલેન્ડના વડાપ્રધાનોની સંયુક્ત પત્રકાર પરિષદ
ભારત અને પોલેન્ડના વડાપ્રધાનોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે 45 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે આવ્યા છે. તમે 2022માં યુક્રેન કટોકટીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મને મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં પોલેન્ડની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું છે. મોદીએ કહ્યું કે અમે અમારા રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આજનો દિવસ ભારત અને પોલેન્ડના સંબંધમાં વિશેષ મહત્ત્વ રાખે છે તેવો આશાવાદ પીએમ મોદીએ વ્યક્ત કર્યો હતો. આજે 45 વર્ષ પછી કોઈ ભારતીય પીએમએ અહીં પ્રવાસ કર્યો છે. ભારત અને પોલેન્ડના સંબંધ ઉત્તમ થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારા બંને દેશોના નેતાઓ માને છે કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા એ સમયની તાતી જરૂરિયાત છે. પીએમ મોદી કહ્યું કે આતંકવાદ આપણા માટે મોટો પડકાર છે. તેવી જ રીતે, આબોહવા પરિવર્તન પણ આપણા માટે સામાન્ય ચિંતાનો વિષય છે.


