- ચીની જાસૂસી જહાજ ફરી ડોક થયું પણ ભાગવું પડ્યું
- સ્વતંત્રતા દિવસ પહેલા શ્રીલંકાએ ચીની જહાજને હાંકી કાઢ્યું
- જાણો શું છે ભારતીય સબમરીન INS કારંજની ક્ષમતાઓ
ચીને તેનું જાસૂસી જહાજ મોકલ્યું જેથી તે માલદીવ જઈ શકે અને તેને તૈનાત કરી શકાય. એકવાર તો આ જહાજને ભારતીય નૌકાદળના દબાણમાં પાછા જવું પડ્યું હતું. જોકે તે બાદમાં શ્રીલંકામાં ફરી ડોક થયું. પરંતુ, પોતાના સ્વતંત્રતા દિવસ પહેલા શ્રીલંકાએ તેને પણ હાંકી કાઢ્યું હતું. ત્યારબાદ, રાજધાની કોલંબોના બંદર પર ભારતીય નૌકાદળની સબમરીન INS Karanjનું સ્વાગત કરવામાં આવ્યું.
આશંકા છે કે ચીનનું જાસૂસી જહાજ જિયાંગ યાંગ હોંગ-3 8 ફેબ્રુઆરી 2024 સુધીમાં માલદીવની રાજધાની માલે પહોંચશે. તે પહેલા ભારતીય નૌસેનાએ ચીન સાથે ગાઢ સંબંધો ધરાવતા શ્રીલંકાના બંદર પર પોતાની ખતરનાક સબમરીન તૈનાત કરી છે. INS Karanj એ ડીઝલ ઇલેક્ટ્રિક કલવારી ક્લાસ એટેક સબમરીન છે.
કલવારી ક્લાસની આ પહેલી સબમરીન છે જે નૌસેનામાં તૈનાત કરવામાં આવી હતી. 2021 થી અત્યાર સુધી દેશની સેવા કરી રહી છે. 1615 ટનના ડિસપ્લેસમેન્ટ વાળી આ સબમરીનની લંબાઈ 221 ફૂટ છે. બીમ 20 ફૂટ છે. જ્યારે ઉંચાઈ 40 ફૂટ છે. તેમાં ચાર ડીઝલ-ઈલેક્ટ્રિક એન્જિન છે જે તેને સપાટી પર 20 કિમી/કલાક અને પાણીની અંદર 37 કિમી/કલાકની ઝડપ આપે છે.
જો આ સબમરીન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો તે વધુમાં વધુ 12 હજાર કિલોમીટર સુધી જઈ શકે છે. 1150 ફૂટની મહત્તમ ઊંડાઈ સુધી જઈ શકે છે. 50 દિવસ સુધી પાણીની અંદર રહેવાની ક્ષમતા ધરાવે છે. તેમાં 8 અધિકારીઓ અને 35 નૌસૈનિકો તૈનાત થઈ શકે છે. તે એન્ટિ-ટોર્પિડો કાઉન્ટરમેઝર સિસ્ટમ્સથી સજ્જ છે.
આ ઉપરાંત 21 ઇંચના 6 ટોર્પિડો ટ્યુબ છે. જેમાંથી 18 ટોર્પિડો ફાયર થઈ શકે છે. આ સિવાય તેમાં SM.39 એકસોસેટ એન્ટી શિપ મિસાઈલ તૈનાત છે. આ ઉપરાંત જો ટોર્પિડો હટાવી દેવામાં આવે તો તે 30 દરિયાઈ વિસ્ફોટક સુરંગો બિછાવી શકે છે. તેનું નામ નૌકાદળના જૂના Karanjના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જેમણે 1969 થી 2003 સુધી નેવીમાં ફરજ બજાવી હતી. Karanj વાસ્તવમાં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત એક ટાપુનું નામ છે.


