ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 થી ઓછા બોલમાં સદી ફટકારનારા સાત ભારતીય બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવે ત્રણ વખત આવું કર્યું છે, જ્યારે અભિષેકે બે વાર 50 થી ઓછા બોલમાં સદી ફટકારી છે. રોહિત શર્મા ભારત માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન છે, પરંતુ આ યાદીમાંથી વિરાટ કોહલીનું નામ ગાયબ જોઈને ફેન્સને આશ્ચર્ય થશે.


