- ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે સંબંધ સામાન્ય નથી
- યુનોના શાંતિ મિશન હેઠળ ભારત-ચીનના સૈનિકો વચ્ચે રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ
- હરિફાઈમાં ભારતીય જવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું
ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે સંબંધ સામાન્ય નથી. બંને દેશના સૈનિકો જ્યારે પણ સામે આવતા હોય છે ત્યારે તણાવ પણ સ્પષ્ટ નજરે પડે છે. આવું કંઈક સુડાનમાં બન્યું. જ્યાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા. સુડાનમાં ભારતીય જવાનો સામે ચીની સૈનિકો વામણાં સાબિત થયા હતા. અહીં ભારતીય જવાનોએ ચીની સૈન્યના જવાનોને આકરી હાર આપી હતી.
ભારતીય જીતનો વીડિયો આવ્યો સામે
ભારતીય સૈનિકોએ ચીની જવાનોને કઈ રીતે પરાજય આપ્યો એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ બધુ યુનોના પ્રતાપે બન્યું. યુનોના શાંતિ મિશન હેઠળ સુડાનમાં તૈનાત ભારતીય સૈનિક અને ચીની સૈનિકો વચ્ચે રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ હતી. આ હરિફાઈમાં બંને દેશના સૈનિકોએ ભાગ લીધો પરંતુ ફાઈનલમાં ભારતીય સૈનિકો જીતી ગયા હતા. જીત પછી ભારતીય સૈનિકો જીતની ઉજવણી પણ કરી હતી.
ભારતીય જવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું
સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે યુનોના શાંતિ રક્ષા મિશન હેઠળ સુડાન, આફ્રિકામાં તૈનાત કરતી વેળા રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ભારતીય સૈન્યએ ચીનને હરાવી દીધું હતું. બંને દેશના સૈનિકો આમને સામને આવ્યા હતા. આ સમગ્ર રમતનો વીડિયોગ્રાફી પણ કરાઈ હતી. હરિફાઈ ખૂબ રોમાંચક રહી હતી. ફિઝિકલ ફિટનેસ અને ટીમ વર્ક પ્રદર્શનમાં ભારતીય સૈનિકોએ પોતાના શક્તિ અને દ્વઢ સંકલ્પનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ જાણી લો
યુનોના શાંતિ રક્ષા મિશનનો હેતુ યુદ્ધ અસરગ્રસ્ત દેશોમાં સુરક્ષા અને શાંતિ સ્થાપવાનો છે. શીતયુદ્ધ પછી યુનોએ શાંતિ રક્ષા મિશનનો યુદ્ધને જલ્દી સમાપ્ત કરવા નાગરિકોની રક્ષા કરવા લાંબા સમય માટે શાંતિ અને સલામતીને ટેકો આપવાના હેતુથી તૈયાર કરી છે. આમાં યુનોના સભ્ય દેશોના સૈનિક, પોલીસ અને સામાન્યનાગરિક પણ સામેલ છે. આ તેમના વિસ્તારમાં તૈનાત કરાય છે જ્યાં કોઈ બીજા દેશ અથવા સંસ્થા શાંતિ સ્થાપિત નથીં કરી શકતી.


