- દેશની રાજધાની દિલ્હી વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમ્યું
- દિલ્હીની સાથે કોલકાતા અને મુંબઈ જેવા ભારતીય શહેરો સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ
- પાકિસ્તાનનું લાહોર શહેર છે જ્યાં સવારે AQI 378 નોંધાયું
દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં ભારે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહી છે અને ગેસ ચેમ્બર બની ગઈ છે. સ્વિસ ગ્રૂપ IQ Air એ એક ડેટા જાહેર કર્યો છે જે મુજબ, દિલ્હીની સાથે કોલકાતા અને મુંબઈ જેવા ભારતીય શહેરો પણ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. નવી દિલ્હી આ યાદીમાં ટોચ પર છે અને અહીંનો AQI સવારે 6.00 વાગ્યે 429 નોંધાયો હતો. આ પછી પાકિસ્તાનનું લાહોર શહેર છે જ્યાં સવારે AQI 378 નોંધાયું હતું.
જાણો કયા શહેરો સૌથી વધુ પ્રદૂષિત છે
| સીટી | AQI |
| દિલ્હી,ભારત | 429 |
| લાહોર, પાકિસ્તાન | 378 |
| કોલકાતા,ભારત | 182 |
| મુંબઈ,ભારત | 178 |
| ધાકા, બાંગ્લાદેશ | 172 |
| કરાંચી, પાકિસ્તાન | 168 |
| શેન્યાંગ, ચીન | 161 |
| અમદાવાદ, ભારત | 161 |
| કાઠમંડુ, નેપાળ | 151 |
| દુબઈ,UAE | 124 |
| જકાર્તા,ઇન્ડોનેશિયા | 119 |
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એટલા ખતરનાક સ્તરે પહોંચી ગયું છે કે સ્થાનિક લોકોને આંખોમાં બળતરા અને ગળાની સમસ્યા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે AQI 0-50 વચ્ચે સારો માનવામાં આવે છે. જ્યારે 400-500 વચ્ચેનો AQI સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જે લોકો પહેલાથી જ ગંભીર બીમારીથી પીડિત છે તેમના માટે આટલું પ્રદૂષણ જીવલેણ સાબિત થઈ શકે છે.
પ્રદૂષણને જોતા સરકાર પણ સક્રિય બની છે અને કંપનીઓને ઉત્પાદન બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ બાંધકામનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સ્વતંત્રતા આપી છે. સોમવારે દિલ્હીમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈને પણ આશંકા ઉભી થઈ છે.


