By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

agragujaratnews
Last updated: 2024/04/17 at 9:06 PM
2 years ago
Share
ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે
SHARE

વિશ્વને અચરજ થાય એવી ઘણા પડકારો ચૂંટણી પંચ પાર પાડે છે !

૯૭ કરોડ મતદાર, ૧૦.પ લાખ પોલીંગ સ્ટેશન,૧.પ કરોડ પોલીંગ ઓફિસિયલ્સ,સિકયુરિટી સ્ટાફ પપ લાખ ઇવીએમ ૪ લાખ વાહનોનો

પાવર કામે લાગે છે વિશ્વના સૌથી મોટા દેશની લોકસભાની ચૂંટણી માટે

હિમાલયની ઉતુંગ શિખરમાં ,દરિયા વચ્ચેના ટાપુમાં, ગીરના ગીચ જંગલમાં,નક્ષલીથી ઘેરાયેલા વિસ્તારમાં ચૂંટણી તંત્રના કર્મચારીઓ મતદારો સુધી પહોંચે છે

ચૂંટણીની મોસમ આવે એટલે ચુંટણી તંત્રની કચેરીમાં જે કર્મચારીઓના નામ ફરજની યાદિમાં આવ્યા હોય તેમાંથી ઘણા લોકો સાચા અને ખોટા કારણે નામ રદ કરાવવા આવે છે. કારણ કે ભારતની ચૂંટણી પ્રક્રિયા એક પડકાર છે. બારે માસ એરકન્ડીશન્ડ ચેમ્બરોમાં કે કચેરીઓના ઓરડામાં આરામથી કરેલી નોકરી જેવી આ નોકરી નથી. તમે સરકારી કર્મચારી હો તો તમને ચૂંટણી ફરજ ઉપર તમારા વિસ્તારમાં કયાંય પણ મૂકી શકાય છે. તમારે ગીચ જંગલમાં એક મતદાર માટે વેરાન જગ્યાએ જવુ પડે. તમારે છતીસગઢ જેવા નક્ષલી વિસ્તારમાં જાન હથેળી ઉપર લઇને જવુ પડે. હિમાચલની ઉતુંગ ગીરીમાળામાં નિર્જન વિસ્તારમાં પણ ફરજ બજાવવી પડે. આ ઉપરાંત રાજકિય પક્ષો અને માફિયાઓના દબાણનો પણ સામનો કરવો પડે. ભારતનું ચૂંટણી પંચ અને કર્મચારીઓ જે ફરજ બજાવે છે એ પડકારરૂપ જ નથી. વિશિષ્ઠ પણ છે. વિશ્વના સૌથી મોટા લોકશાહિ દેશની ચૂંટણી વ્યવસ્થાનો સમગ્ર વિશ્વએ સ્ટડી કેસ તરીકે અભ્યાસ કરવો પડે.

Contents
વિશ્વને અચરજ થાય એવી ઘણા પડકારો ચૂંટણી પંચ પાર પાડે છે !૯૭ કરોડ મતદાર, ૧૦.પ લાખ પોલીંગ સ્ટેશન,૧.પ કરોડ પોલીંગ ઓફિસિયલ્સ,સિકયુરિટી સ્ટાફ પપ લાખ ઇવીએમ ૪ લાખ વાહનોનોપાવર કામે લાગે છે વિશ્વના સૌથી મોટા દેશની લોકસભાની ચૂંટણી માટેહિમાલયની ઉતુંગ શિખરમાં ,દરિયા વચ્ચેના ટાપુમાં, ગીરના ગીચ જંગલમાં,નક્ષલીથી ઘેરાયેલા વિસ્તારમાં ચૂંટણી તંત્રના કર્મચારીઓ મતદારો સુધી પહોંચે છે

ર૦ર૪ની લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે. તેનો વ્યાપ અને તેની વ્યવસ્થા,સંશાધનો,ટેકનોલોજી,મેનપાવર દરેક બાબતે અજોડ છે. આ ચૂંટણીમાં કુલ ૯૭ કરોડ મતદારોના મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને માટે દેશભરમાં ૧૦.પ લાખ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. દોઢ કરોડ ચૂંટણી કર્મચારીઓ,અધિકારીઓ અને સલામતિ સ્ટાફ આ ચૂંટણી માટે તહેનાત કરવામાં આવશે. દેશભરમાં પપ લાખ ઇવીએમ ગોઠવાશે. કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓની હેરફેર માટે ૪ લાખ વાહનો તહેનાત કરાશે.

આગામી ચૂંટણીમાં ૯૭ કરોડ મતદારોમાંથી ૪૯.૭ કરોડ પુરુષ મતદારો તથા ૪૭.૧ કરોડ મહિલા મતદારોનો સમાવેશ થશે. કુલ ૯૬.૮ કરોડ મતદારો છે. જેમા ૮પ થી વધુ વયના સિનિયર સિટિઝનની સંખ્યા ૮ર લાખ છે. જયારે ૪૮ હજાર ટ્રાન્સજેન્ડર છે. પ્રથમ વખત મતદાન કરતાં યુવા મતદારોની સંખ્યા ૧.૮ કરોડ છે. જયારે ર૦થી ર૯ની વયના કુલ મતદારોની સંખ્યા ૧૯.૭૪ કરોડ છે. ૮૮.૪ લાખ દિવ્યાંગ મતદારો છે. જયારે ૧૯.૧ લાખ સેવાકર્મી મતદારો છે. ૧૦૦ વર્ષની વય વટાવી ગયેલા મતદારોની સંખ્યા પણ ર.૧૮ લાખ છે. દેશમાં સતાયુ મતદારોની હૈયાતી દિર્ઘાયુની એક નિશાની છે. તેમનું મતદાન પણ એક ઐતિહાસિક દસ્તાવે જ છે.

ચૂંટણી પંચનું કાર્ય મોબાઇલ સ્ક્રિન ઉપર દેખાય  છે એટલું સહેલું નથી હોતું. દરેક કર્મચારીન એક  સૈનિક તરીકે કાર્ય કરવુ પડે છે. વિશ્વમાં સૌથી વધુ ભૌગોલિક,સામાજીક,હવામાન અને સંસ્કૃતિની ભિન્નતાનો સામનો ચૂંટણી કર્મચારીઓને કરવો પડે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભરૂચના આલિયા બેટ કે શિયાળબેટ ટાપુ ખાતે નહિવત મતદારો માટે દરિયો પાર કરીને મતદાન મથક અનુ મતદાન વ્યવસ્થા ગોઠવવી પડે છે. હિમાચલ પ્રદેશમાં વિશ્વના સૌથી ઉતુંગ શિખર તાશિગેંગ ઉપર ચૂંટણી સ્ટાફને પહોંચાડવો અને વિષમ હવામાન વચ્ચે મતદાન કરાવવું એ એક યુધ્ધના પડકારથી કમ નથી. અરૂણાચલના પડકારજનક પર્વતો અને ખીણ પ્રદેશમાં જંગલમાં મતદાનની વ્યવસ્થા કરવી, છતીસગઢના ચાંદામેટા જેવા વિસ્તારમાં ચૂંટણી પંચ સૌ પ્રથમ વખત મતદાન મથક ઉભુ કરી રહયુ છે. નક્ષલી વિસ્તારોમાં ચૂંટણી કર્મીઓ ઉપર પણ જાનનું જોખમ હોય છે. જેમ સૈનિકો ઉપર હોય છે. રાહુલ ગાંધી જયાંથી ગત ચુંટણીમાં સાંસદ બન્યા હતાં તે વાયનાડના અભયારણમાં એક મતદાર માટે મતદાન મથક બનશે. ત્રિપુરાના ડંબર લેક તરીકે ઓળખાતા જળવિસ્તારમાં એક ટાપુ ઉપર મતદાન મથક ઉભુ કરાશે. ભારતના ચૂંટણી પંચને કચ્છના રણમાં ૭મી મેએ ૪ર થી ૪3 ડીગ્રી તાપમાનમાં મતદાન વ્યવસ્થામાં તહેનાત રહેવું પડશે. રણ હોય કે જંગલ,જળ હોય કે પર્વત, ગરમી હોય કે કાતિલ ઠંડી ભારતની ચૂંટણીઓ સફળતાં પૂર્વક પાર પડે છે. દેશ એક લોકશાહિ પર્વ ઉજવે છે. આઝાદીના ૭પ વર્ષ બાદ આપણે અનેક ઉપલબ્ધી મેળવી છે. જેમાં આટલી વિશાળ સંખ્યામાં ફ્રિ,ફિયરલેસ અને લોકશાહિના ઉત્સવી જેવી ચૂંટણી વ્યવસ્થા પણ ઉપલબ્ધી છે. ચૂંટણી વ્યવસ્થામાં જોડાયેલા સુરક્ષાકર્મીઓથી માંડી અધિકારીઓને પણ આ માટે ધન્યવાદ આપવા પડે.આ પણ એક મૂક સૈન્ય છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

કે.અન્નામલાઇ : દક્ષિણ ભારતનો ઉભરતો રાજકિય સિતારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 4 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?