ઇન્ડિગો એરલાઇન્સની મુશ્કેલીઓ સમાપ્ત થવાનુ જ નામ જ નથી લઇ રહી.ઇન્ડિગો આજે વધુ એક મુશ્કેલીમાં મૂકાયુ છે. ઇન્ડિગોને નાણાકીય વર્ષ 2020-21 માટે GST વિભાગે 58.75 કરોડની પેનલ્ટી નોટિસ મળી છે. આ આદેશ CGST, દિલ્હી સાઉથ કમિશનરેટના એડિશનલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ઇન્ડિગો માટે વધુ એક ખરાબ સમાચાર છે. છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહેલા ફ્લાઇટ કેન્સલ બાદ હવે ઇન્ડિગોને એક નોટિસ જાહેર કરવામાં આવી છે. હકીકતમાં,ઇન્ડિગોને નાણાકીય વર્ષ 2020-21 માટે GST વિભાગની 58.75 કરોડની પેનલ્ટી નોટિસ મળી છે. આ આદેશ CGST, દિલ્હી સાઉથ કમિશનરેટના એડિશનલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મૂળ ટેક્સની માગની સાથે પેનલ્ટી પણ સામેલ છે.
ઇન્ડિગોએ આ નોટિસને ખોટી ગણાવી
મળતી માહિતી પ્રમાણે ઇન્ડિગોએ આ નોટિસને ખોટી ગણાવી છે અને જાહેરાત કરી છે કે તે તેને કાયદેસર રીતે આને પડકારશે. બીએસઈ ફાઇલિંગમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે આ ઓર્ડર ખોટો છે અને તેને પડકારવા માટે તેની પાસે મજબૂત પુરાવો પણ છે.આ નોટિસ બાહ્ય કર સલાહકારોની સલાહ પર આધારિત છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ નોટિસની તેની નાણાકીય સ્થિતિ, રોજિંદા કામગીરી અથવા વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં.
DGCA ઓફિસ પહોચ્યા ઇન્ડિગોના CEO
હકીકતમાં આ GST પેનલ્ટી મામાલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઇન્ડિગો પહેલાથી જ ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં એક બાદ એક ફ્લાઇટ રદ થવાને કારણે DGCA એ હવે એરલાઇનને તેના શિયાળાના 2025ના સમયપત્રકમાં 10% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.આનાથી તેની કાર્યકારી કાર્યક્ષમતા પર અસર પડી. દરમિયાન, સીઈઓ પીટર એલ્બર્સને ડીજીસીએ સમિતિ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ


