ઈન્ડિગોની ફ્લાઇટ્સ ભારતભરમાં મુસાફરોને પરેશાન થઈ રહ્યા છે. ઈન્ડિગો સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. 2 ડિસેમ્બરથી ફ્લાઇટ્સ સતત મોડી પડી રહી છે અને લગભગ 5,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.હવે ઈન્ડિગો કટોકટી હવે ભારતના સ્થાનિક ક્રિકેટ સીઝન પર નકારાત્મક અસર કરી રહી છે. ઈન્ડિગોની ફ્લાઇટમાં વિલંબથી BCCIની ગણતરીઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે ટીમો અને મેચ અધિકારીઓ ટુર્નામેન્ટની વચ્ચે જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ઈન્ડિગોએ BCCIનું ગણિત બગાડ્યું
બંગાળ અને ગોવા વચ્ચે કૂચ બિહાર ટ્રોફી મેચ 8 ડિસેમ્બરે કલ્યાણીમાં બંગાળ ક્રિકેટ એકેડેમી ખાતે શરૂ થઈ હતી. કોલકાતાની ફ્લાઇટ મોડી પડી હતી, જેના કારણે મેદાન પરના અમ્પાયર નીતિન પંડિતને પ્રથમ સત્ર ચૂકી જવાની ફરજ પડી હતી. નીતિન રોડ માર્ગે કલ્યાણી પહોંચ્યા ત્યાં સુધીમાં, લંચ પીરસવામાં આવી ચૂક્યું હતું. સ્થાનિક અમ્પાયર પ્રકાશ કુમારે શરૂઆતના સત્રનું સંચાલન સંભાળ્યું, અને પંડિત લંચ પછી પાછા ફર્યા.
BCCI અધિકારીએ શું કહ્યું?
ઈન્ડિગો સેવા ખોરવાતા સ્થાનિક સિઝનની મહત્વપૂર્ણ મેચો પર અસર પડી હતી. BCCI અધિકારીઓએ આ બાબતે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું અત્યારે મુસાફરીમાં સમસ્યા આવી રહી છે. ધીમે ધીમે સુધરી રહી છે પરંતુ હજુ સંપુર્ણ રીતે સુધરી નથી.
કૂચ બિહાર ટ્રોફીના શેડ્યુલમાં ફેરફાર
કૂચ બિહાર ટ્રોફીમાં ગોવા અને બંગાળની મેચ યોગ્ય સમયે શરુ થઈ ચૂકી છે. ઓડિશા અને કર્ણાટક વચ્ચે બલાંગીરમાં 8 ડિસેમ્બરના રોજ મેચ શરુ થવાની હતી. આ મેચ 9 ડિસેમ્બરના રોજ શિફટ કરવામાં આવી હતી કારણ કે, બંન્ને ટીમની ફ્લાઈટ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટુંકમાં ઈન્ડિગોની સેવા ખોરવાય છે તેની અસર ક્રિકેટ પર પણ પડી છે.દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા.


